જેતપુર પાસે સ્કોપિર્યો પલટી ખાતા રાજકોટના યુવાનનું મોતઃ ત્રણને ઈજા

November 28, 2018 at 4:07 pm


રાજકોટના કોઠારીયા સોલવન્ટ પાસે રહેતા પ્રજાપતિ યુવાનનું જેતપુર પાસે અકસ્માતમાં મોત થતાં શોક વ્યાપી ગયો છે. જ્ઞાતિની qક્રકેટ ટુનાર્મેન્ટમાં જૂનાગઢ રમવા ગયેલ પાંચ સભ્યો પરત આવતા હતા ત્યારે જેતપુર પાસે સ્કોપ}યો પલટી ખાઈ જતાં અકસ્માત સજાર્યો હતો. જેમાં પ્રજાપતિ પરિવારના મોટા પુત્રનું મોત થયું હતું. જયારે નાના પુત્ર સહિત ત્રણને ઈજા થઈ હતી.

મળતી વિગતો મુજબ જેતપુર નજીક જેતલસર બાયપાસ પાસે જીજે1કેએમ 1246 નંબરની સ્કોપ}યો પલટી ખાઈ જતાં તેમાં બેઠેલા જસ્મીન ત્રિકમભાઈ સવનીયા, અભય ત્રિકમભાઈ સવનીયા અને ડ્રાઈવર આનંદ પાણખાણીયાને ઈજા થઈ હતી. જેમાં સારવાર દરમિયાન જસ્મીનનું મોત થયું હતું.

રાજકોટના કોઠારીયા સોલવન્ટ હરીદ્વાર-1 રાધીકા રેસીડેન્સીમાં રહેતા જસ્મીન ત્રિકમભાઈ સવનીયા અને તેનો ભાઈ અભય તથા અન્ય 6 સભ્યો જૂનાગઢ જ્ઞાતિની qક્રકેટ ટુનાર્મેન્ટમાં રમવા ગયા હતા અને મેચ રમી પરત આવતા હતા ત્યારે જેતલસર બાયપાસ પાસે સ્કોપ}યોની સામે ઈકો કાર આવી જતાં ઈકો કારને બચાવવા જતાં સ્કોપ}યો પલટી ખાઈ ગઈ હતી. તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક જસ્મીન રાજકોટમાં એલ્યુમીનીયમનું કામ કરતો હતો અને તેના પિતા ઈલેકટ્રીકનું કામ કરે છે. હાલ જસ્મીનના પત્ની ભારતીબેન સગભાર્ હોય આ ઘટનાને કારણે પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

Comments

comments

VOTING POLL