જે ભૂલ 1972 માં સ્વ.ચીમનભાઈ પટેલે કરી હતી તેવી જ ભૂલ હાલમાં રૂપાણી સરકાર કરી રહી છે

September 1, 2018 at 11:26 am


પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફ કરવાની માગણી સાથે છેલ્લા આઠ દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાદિર્ક પટેલના આંદોલનને હવે દેશ-વિદેશમાંથી સમર્થન મળી રહ્યું છે જેમ જેમ હાદિર્ક પટેલના ઉપવાસ આગળ વધતા જાય છે તેમ તેમ ગુજરાત સરકારની હાર્ટ બીટ પણ વધતી જાય છે. જોશ અને સ્ફૂતિર્થી ભરપૂર અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે સરકાર ને લડત આપી રહેલા 22- 23 વર્ષના નવયુવાને આ અગાઉ પણ સરકારને પોતાની લોખંડી તાકાત અને મિજાજનો પરચો બતાવ્યો હતો પરંતુ તે વખતે થયેલી હિંસક ઘટનાઆે ને કારણે હાદિર્ક પટેલની લડત તેના અંજામ સુધી પહાેંચી શકી ન હતી જો કે આ વખતે હાદિર્ક પટેલે સરકાર સામે જે રીતે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન શરુ કર્યું છે અને તેમના અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ પાસેના નિવાસસ્થાનેથી અન્ન જળ ત્યાગ કરી લડત ચલાવી રહ્યા છે તેના ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે હાદિર્ક પટેલના સમર્થનમાં હવે પાટીદાર યુવાનો ધીરે-ધીરે મેદાનમાં આવી રહ્યા છે અને હાદિર્ક પટેલની અપીલને ધ્યાનમાં રાખી પ્રતિક ઉપવાસ તથા રામ ધુન કરી રાજ્યભરના જુદા જુદા વિસ્તારોમાં અહિંસક આંદોલન શરુ કર્યું છે તેથી સરકારને પણ ફાળ પડી છે. વર્ષ 1972માં સ્વગ}ય ચીમનભાઈ પટેલે પણ યુવાનોની શિક્તને આેછી આંકવાની ભારે અને ગંભીર ભૂલ કરી હતી જેના કારણે અમદાવાદની એલ.ડી એન્જિનિયરિ»ગ કોલેજ ના ફૂડ બિલના મુદ્દે શરુ થયેલું વિદ્યાર્થીઆેનું આંદોલન વિકરાળ સ્વરુપ ધારણ કરી નવનિમાર્ણ આંદોલનમાં ફેરવાયું હતું અને પરિણામે ચીમનભાઈ પટેલ ને સત્તા ગુમાવવાની નોબત આવી હતી.
ઇતિહાસ ગવાહ છે જ્યારે જ્યારે પણ યુવાનોની સંગઠિત અને વિરાટ શિક્તઆેને લોખંડી એડી તળે કચડી નાખવાનો સરકારે પ્રયાસ કર્યો છે ત્યારે થયેલા મહા વિસ્ફોટમાં ઘણી બધી સરકારોના પાયા હચમચી ઉઠયા હતા અને સરકારો ઉથલી પડી હતી.
દેશના આસામ રાજ્યમાં વર્ષો અગાઉ પાણીદાર યુવા નેતા પ્રફુલ મહંતા ના નેતૃત્વમાં રચાયેલી આસામ ગણ પરિષદ સરકારના પાયા પણ યુવા આંદોલનથી નખાયા હતા તેને તત્કાલીન સરકાર સામે પ્રચંડ આંદોલનના બીજ રોપ્યા હતા જેમાં યુવા શિક્ત સામે રાજ શિક્ત નો પરાજય થયો હતો.
મહાત્મા ગાંધીના અહિંસક આંદોલનના સિધ્ધાંતોને અનુસરી ને હાદિર્ક પટેલે અન્નજળનો ત્યાગ કરી જે રીતે ઉપવાસ આંદોલન શરુ કર્યું છે તેનાથી અનેક ગણમાન્ય લોકો પણ પ્રભાવિત થયા છે અનેક રાજકીય નેતાઆે, વિપક્ષના આગેવાનો તેમજ સંતો મહંતો વગેરે હસ્તીઆે હાદિર્ક પટેલની મુલાકાત લેવા રોજેરોજ તેના નિવાસસ્થાને આવી રહી છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા દાયકાથી સપ્ટેમ્બર મહિનો રાજકીય ઊથલપાથલ વાળો તથા આંદોલનોથી ભરપૂર રહ્યાે છે હાદિર્ક પટેલ નું આંદોલન પણ હવે સપ્ટેમ્બર મહિનામાં પ્રવેશી ગયું છે વર્ષ 1972 માં જે ભૂલ ચીમનભાઈ સરકારે કરી હતી તેવી જ ભૂલ હાલમાં વિજયભાઈ રુપાણી ની સરકાર કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે હાદિર્ક પટેલના આંદોલનને હળવાશથી લેવાની કિંમત રુપાણી સરકારે ચૂકવવી પડશે તેમ જાણકારો કહી રહ્યા છે એટલું જ નહી પરંતુ હાદિર્ક પટેલ નું સામાજિક અને રાજકીય કદ એટલું વધી ગયું છે કે હવે તેનામાં કોઈપણ સરકાર ને ઉથલાવી ઉથલાવી પાડવાની ક્ષમતા આવી ગઈ છે તેવું પણ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે જે પત્રકારો વર્ષોથી ગુજરાતના રાજકારણનું રિપોર્ટિંગ કરી રહ્યા છે તેમના માટે પણ સપ્ટેમ્બર મહિનો અનેક ઉગ્ર અને આક્રમક આંદોલન તથા રાજકીય ઊથલપાથલના રિપોર્ટિંગ થી ભરપૂર રહે છે
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં એકંદરે શાંતિ પ્રવત} રહી છે રાજ્ય સરકાર દ્વારા ઉપેક્ષિત કોઈપણ આંદોલન ગુજરાતની શાંતિને ચિનગારી ચાપી શકે છે રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તેની જવાબદારી આંદોલનકારીઆેની સાથે-સાથે રાજય સરકારની પણ છે માટે આવી રહેલા તહેવારો ના બગડે અને પ્રજા ઉલ્લાસ તથા ઉમંગથી તહેવારોની ઉજવણી કરી શકે તે માટે રાજ્ય સરકારે હાદિર્ક પટેલના આંદોલનનો સકારાત્મક ઉકેલ લાવવો જોઇએ તે જ સમયની માગ છે.

Comments

comments

VOTING POLL