જૈન વિઝન દ્વારા નવરાત્રી મહોત્સવનું ટોપ-10 જૈન આગેવાનો, 108 યુવાનો તેમજ 108 મહિલાઆેની ટીમ દ્વારા ધમાકેદાર આયોજન

August 10, 2018 at 4:07 pm


સમાજમાં વિવિધ સેવાકિય પ્રવૃતિઅ કરતી સંસ્થા જૈન વિઝન દ્વારા આ વખતે પ્રથમ વખત નવરાત્રી મહોત્સવ-2018નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં 108 બહેનો અને 108 ભાઈઆેની ટીમ કામે લાગી ગઈ છે અને ભારતમાં સૌપ્રથમ વખત જૈન સમાજની બહેનોને નવરાત્રી માટે સીઝન પાસ તદ્ન વિનામૂલ્યે આપવામાં આવશે. તા.10થી 18 આેકટોબર દરમિયાન યોજાનારા આ નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે અને આગામી તા.15મી આેગસ્ટના કાર્યાલયને ખુંું મુકવામાં આવશે.

છેલ્લા પાંચ વર્ષથી ‘આવો રે આવો મહાવીર નામ લઈએ’ જેવા કાર્યક્રમો ઉપરાંત સમાજોપયોગી કાર્યો કરનાર સંસ્થા જૈન વિઝન દ્વારા રાજકોટ જ નહી સમગર સૌરાષ્ટ્રના લબ્ધ પ્રતિિષ્ઠત આગેવાનોના સહયોગથી આ વખતે નવરાત્રી દરમિયાન નવ દિવસના રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીનું પર્વ જગદંબાની આરાધનાનું પર્વ છે અને સમાજમાં રહેલી આસૂરી શિક્તઆેનો નાશ કરવા માટે તેની ઉજવણી કરવામાં આવે છે. તો પાવન હેતુ માટે આ વર્ષે આ આયોજન જૈન સમાજના લોકો માટે કરવામાં આવેલ છે અને તેમાં બહેનોને વિનામૂલ્યે સીઝન પાસ આપવામાં આવશે. પ્રતિિષ્ઠત જૈન આગેવાનો દ્વારા આયોજિત છેલ્લા 20 વર્ષનો રાસોત્સવનો બહોળો અનુભવ ધરાવતાં આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સમાજની નવી પેઢી માટે તેમજ ઉત્સવપ્રેમી લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે આયોજન કરવામાં આવ્યું છે.

આ નવરાત્રીમાં અનેક આકર્ષણો ઉમેરાશે જેમાં સીઝન પાસ કઢાવનાર બહેનોને આકર્ષક ગિફટ, નવરાત્રી દરમિયાન ત્રણ કલાક રાસ રમનાર 10 મહિલા ખેલૈયાઆેને દરરોજ લકકી ડ્રાે દ્વારા ચાંદીની ગીની, વિજેતા થનાર ખેલૈયા (પ્રિન્સ-પ્રિન્સેસ)ને દરરોજ સોના મહોથી નવાજવામાં આવશે. જોવાના પાસ ફ્રી તેમાં પણ દરરોજ લકકી ડ્રાે દ્વારા ચાંદીની ગીની અપાશે. વીવીઆઈપી સ્પોન્સર માટે ગજીબો-ખાસ એટેડન્સ સવિર્સ સાથે, સુંદર મંડપ ડેકોરેશન (ગામઠી), નયનરમ્ય લાઈટ ડેકોરેશન, હાઈફાઈ સાઉન્ડ સીસ્ટમ, સૌરાષ્ટ્રના જૈન સંઘો અને જૈન સોશ્યલ ગ્રુપ માટે અલગ બેઠક વ્યવસ્થા જૈન ફ્રzડ સાથે કેટરિ»ગની કેન્ટિન વ્યવસ્થા કરાશે.

આ નવરાત્રી મહોત્સવમાં 35 વર્ષ સુધીની વય ધરાવતી બહેનોને વિનામૂલ્યે સીઝન પાસ આપવામાં આવશે જયારે જેન્ટ્સ સીઝન પાસના રૂા.400 અને સ્ટુડન્ટ પાસના રૂા.200 સીઝન પાસ મેળવવા માટે જૈન હોવાનો દાખલો, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આેળખકાર્ડ આપવાનું રહેશે. નવરાત્રી મહોત્સવનાં કાર્યાલયનું ઉદ્ઘાટન તા.15મી આેગસ્ટે આયોજન કમિટીની સૌથી નાના વયના સભ્ય પ્રતિક શાહના હસ્તે કરવામાં આવશે. આ નવરાત્રી મહોત્સવ માટેના ફોર્મનું વિતરણ તા.15મી આેગસ્ટથી સવારે 11થી 7 વાગ્યા સુધી કરવામાં આવશે. લેડિસ પાસ મેળવવાની છેંી તા.1 લી આેકટોબર છે. વધુ વિગત માટે 201 ગાયત્રી ચેમ્બર, પી.પી.ફૂલવાળા સામે, ડો.યાજ્ઞિક રોડનો અથવા મો.નં.9898249697, 9428226652નો સં5ર્ક કરવાનો રહેશે.

પાસ માટેના ફોમ્ર્સ રિધ્ધી સિધ્ધી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, 201 ગાયત્રી ચેમ્બર્સ, પી.પી.ફુલવાળાની સામે ડો.યાજ્ઞિક રોડ અથવા કશીશ હોલિડે, ધવલ જલારામ-4 રામકૃપા ડેરીની સામે યુનિવસિર્ટી રોડ અથવા હેમ ટ્રાવેલ લિંકસ-9/4 ગાયકવાડી પ્લોટ, પુષ્પસંધ્યા એપાર્ટમેન્ટની સામે, જંકશન પ્લોટ, રાજકોટ ખાતેથી મળી શકશે.

Comments

comments

VOTING POLL