જૈશ નામનું ઝેર

March 1, 2019 at 10:28 am


વિશ્વના બે-ચાર ગÎયા ગાંઠéા દેશોને બાદ કરતા તમામ દેશોએ એકી અવાજે જેને વૈિશ્વક આતંકવાદી જાહેર કરવા માટે ભારતની ઝુંબેશને સમર્થન આપ્યું છે તે મૌલાના મસૂદ અઝહર અને તેની સંસ્થા જૈશ -એ – મહમ્મદ એક પ્રકારનું ઝેર છે અને તે શાંતિપ્રિય દેશોને કોરી ખાય છે. મસૂદ અઝહરને પકડી પાડવા માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પણ તેને પાકિસ્તાનની આર્મી અને સરકારનું રક્ષણ મળી રહ્યું હોવાથી હજુ સુધી તે પહાેંચની બહાર છે.

મૌલાના મસૂદ અઝહર કે જેના બાલાકોટો ખાતેના આતંકી કેમ્પો પર ભારતીય વાયુસેનાએ વિનાશ વેરી દીધો તે એકવાર આર્મીના હાથમાં ઝડપાઈ ગયો હતો. પરંતુ 1999માં ભારતીય વિમાન આઈસી-814ને આતંકીઆેએ હાઈજેક કરીને તત્કાલિન એનડીએ સરકાર પાસેથી મસૂદ અઝહરને મુક્ત કરાવી લેવાયો હતો. એક સમયે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો ખાસ બનેલો મસૂદ આ રીતે મુક્ત થયા પછી ખૂંખાર આતંકી બની ગયો અને આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદની સ્થાપના પણ કરી નાખી. તેને મુક્ત કરવામાં આવ્યો તેના 20 વર્ષ પછી તેના બાલાકોટ ખાતેના આતંકી કેમ્પોને ભારતના મિરાજ-2000 વિમાનોએ નષ્ટ કરી દીધા છે. આ સ્થળે આતંકીઆેને તાલીમ અપાતી હતી. આ 20 વર્ષમાં મસૂદ અઝહરે અનેક ઘાતક હુમલા જમ્મુ-કાશ્મીર અને અન્ય સ્થળોએ કરાવ્યા છે.

ભારતીય સેનાની કસ્ટડીમાં જ્યારે અઝહર હતો ત્યારે એની પાસેથી માહિતી કઢાવવી કઠિન નહોતું. 1994માં મસૂદ અઝહરની ધરપકડ થઈ ત્યારે તેની પૂછપરછ કરનારા એક પૂર્વ પોલીસ અધિકારીએ કહ્યું હતું, આર્મી જવાનની એક જ થપ્પડ વાગી ત્યારે મસૂદ અઝહર ધ્રુજી ગયો હતો.’ 1994માં દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાંથી મસૂદની ધરપકડ થઈ હતી. જ્યાં તે પોટુર્ગીઝ પાસપોર્ટના આધારે બાંગ્લાદેશ થઈને ભારતમાં પ્રવેશ્યો હતો. એ સમયે તેની ધરપકડ અનાયાસે જ થઈ હતી. મસૂદ અઝહર એ સમયે ખાનાબાલ ખાતે આેટોરિક્ષામાં તેના સાથી સંાદ અફઘાની સાથે જઈ રહ્યાે હતો. તેને આર્મીના જવાનોએ રોક્યો હતો. એ જોઈને જ બંને નાસવા લાગ્યા હતા પણ જવાનોએ તેમને પકડ લીધા હતા. એ સમયે સંાદ અફઘાનીને ઝડપી લીધાની આર્મીના જવાનોને ખુશી હતી પણ મસૂદ અઝહર વિશે ખાસ કોઈ જાણકારી નહોતી.

હવે વિશ્વના દબાણને કારણે પાકિસ્તાનના મનમાં રામ વસે અને તે સુરક્ષા કવચ હટાવે તો મસૂદ ભારતના હાથમાં આવી શકે તેમ છે.

Comments

comments