જૈશ પુલવામા કરતાં પણ મોટા હુમલાની તૈયારીમાં હોવાનો ધડાકો !

February 21, 2019 at 10:51 am


જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગત 14 ફેબ્રુઆરીએ આતંકી હુમલામાં 40 ભારતીય જવાનો શહિદ થઈ ગયા હતાં. આ હુમલાથી દેશ આખો હતપ્રભ થઈ ગયો છે અને આતંકીઆેનું પાલન-પોષણ કરી રહેલા પાકિસ્તાનને ચારે બાજુથી પછાડવા માટેની માગણી બુલંદ કરવામાં આવી હતી અને સરકારે પણ દરેક મોરચે પાકિસ્તાનને પછડાટ આપવા કમર કસી લીધી છે ત્યારે ચાેંકાવનારો ધડાકો થયો છે કે પુલવામા હુમલાને અંજામ આપનારું જૈશ-એ-મોહમ્મદ ભારતના અન્ય વિસ્તારોમાં પણ પુલવામા કરતાં પણ મોટા હુમલાનું કાવતરું રચી રહ્યું છે. ગુપ્તચર એજન્સીઆેએ આ ગુપ્ત માહિતીના આધારે એલર્ટ જારી કરી દીધું છે. ગત 16-17 ફેબ્રુઆરીએ જૈશના માસ્ટર માઈન્ડ અને કાશ્મીરમાં તેના આતંકીઆે વચ્ચે થયેલી વાતચીત પરથી આ પ્રકારનો ખુલાસો થયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જૈશ વધુ એક આતંકી હુમલાનું કાવતરું ઘડી રહ્યું છે અને મોટી સંખ્યામાં ભારતીય સૈનિકોને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યું છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર અલગ અલગ વિસ્તારોમાંથી મળી રહેલી જાણકારીથી એવું લાગી રહ્યું છે કે જૈશ જમ્મુ-કાશ્મીર અથવા તેનાથી બહાર કોઈ મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે સૈન્ય ગુપ્ત બાતમીના આધારે એવો ખુલાસો થયો હતો કે ગત ડિસેમ્બર મહિનામાં જૈશના 21 આતંકીઆેએ કાશ્મીરમાં ઘૂસણખોરી કરી હતી. આ આતંકીઆેની મુરાદ કાશ્મીર ઘાટી ઉપરાંત અન્ય ત્રણ સ્થળોએ મોટા હુમલાને અંજામ આપવાની હતી.
જૈશ માસ્ટર માઈન્ડ અને આતંકીઆેની વાતચીતમાં એવું પણ સામે આવ્યું છે કે પુલવામા હુમલાનો એક વીડિયો બનાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં પુલવામા હુમલાના આત્મઘાતી હુમલાખોર આદિલ અહમદ ડારને નાયક તરીકે બતાવવામાં આવ્યો છે. મનોવિશ્લેષકોના જણાવ્યા મુજબ આ વીડિયો દ્વારા ઘાટીમાં જૈશ માટે યુવા આતંકીઆેની ફોજ તૈયાર કરવી સરળ હશે જે આ વીડિયોથી પ્રેરિત થઈને આત્મઘાતી હુમલાખોર બનવા માટે જૈશના ઈરાદાઆેમાં સહયોગી બની શકે છે.
બીજી બાજુ પોલીસ આ વાતચીતને અત્યારે આતંકીઆેની મનોવૈજ્ઞાનિક ચાલ માની રહી છે. જો કે પોલીસનું એવું પણ કહેવું છે કે તે આ મામલાને લઈને ઘણી ગંભીર છે અને તે સંપૂર્ણપણે એલર્ટ થઈ ચૂકી છે જેથી કરીને પુલવામા જેવી ઘટના બીજી વખત ન બને.

Comments

comments

VOTING POLL