જોડિયાના પીઠડ ગામે પટેલ પ્રૌઢે ઝેરી દવા પીધી

May 25, 2019 at 11:02 am


જોડિયાના પીઠડ ગામે ચોરી અંગે પોલીસે પૂછપરછ કરવા આવતા ગભરાઈ ગયેલા પટેલ પ્રૌઢે ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં સારવારમાં રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બનાવ અંગેની વિગત મુજબ જોડિયાના થોરિયાળી ગામના પાટિયા પાસે આવેલ આઈ કૃપા કોટન નામે જિનિંગ મીલમાં અગાઉ ચોરી થઈ હોય જે બાબતે પીઠડ ગામે રહેતા જસમનભાઈ પોપટભાઈ હોથી ઉ.વ.૫૫ની પૂછપરછ કરવા પોલીસ તેના ઘરે ગયા હતા ત્યારે પટેલ પ્રૌઢ ગભરાઈ જઈ ઝેરી દવા પી લેતાં પ્રૌઢને ગંભીર હાલતમાં પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવારમાં રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગેની જાણ સ્થાનિક પોલીસ દ્રારા જોડિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે

Comments

comments