જોડિયામાં શરાબની અધધ… 525 પેટી સહિત 49 લાખનો મુદામાલ જપ્ત

February 1, 2018 at 2:41 pm


Spread the love

જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના પડાણા ગામની સીમમાં ઇંગ્લીશ દારૂનો જથ્થાે બહારથી મંગાવીને તેનુ કટીગ કરવામાં આવી રહયું છે એવી ચોકકસ બાતમીના આધારે ગઇકાલે એલસીબીની ટુકડીએ દરોડો પાડીને અંગ્રેજી દારૂની 6300 બોટલ, ટોરસ, મેટાડોર, બેટરી, મોબાઇલ સહિત 49.13 લાખનો મુદામાલ કબ્જે કરતા ચકચાર મચી ગઇ હતી જયારે ફડસર અને પડાણા ગામના બે શખ્સ નાશી છુટયા હતા, પોલીસે મુદામાલ કબ્જે કરી આરોપીઆેને ઝડપી લેવા જુદી જુદી દિશામાં તપાસના ચક્રાે ગતીમાન કરવામાં આવ્યા છે.

જામનગર એસપી પ્રદિપ શેજુળના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં દારૂની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા એલસીબીની ટીમ જોડીયા વિસ્તારમાં પેટ્રાેલીગમાં હતા એ દરમ્યાન એલસીબીના હરુભા, ભગીરથસિંહ, હરદિપભાઇને બાતમી મળેલી કે જોડીયાના પડાણા ગામની સીમમાં એક પડતર ખેતરમાં ફડસર ગામનો ભરત બોરીચા અને પડાણાનો રવિરાજસિંહ જાડેજા સાથે મળી બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થાે મંગાવી તેનું કટીગ કરી દારૂનુ વેચાણ કરે છે.

આ હકીકતના આધારે એલસીબીએ રેડ પાડી આરોપીના કબ્જામાંથી ઇંગ્લીશ દારૂની 6300 બોટલ (525 પેટી) કિં. રૂા. 25.20 લાખ તથા ટોરસ ટ્રક નં. પીબી65એએચ-5226 તથા ટાટા 407 મેટાડોર નં. જીજે13યુ-8218, બેટરીઆે, હેન્ડલ, મોબાઇલ મળી કુલ 49.13.660 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

રેડ દરમ્éાન ભરત અને રવિરાજસિંહ નામના શખ્સો નાશી છુટયા હતા તેમની વિરુધ્ધ એએસઆઇ જયુભા ઝાલાએ ફરીયાદ નાેંધાવતા પ્રાેહી ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી તપાસને લંબાવી હતી. ફરાર થઇ ગયેલા બંને શખ્સોને શોધી કાઢવા અન્ય બે ટુકડી કામે લગાડવામાં આવી છે.

જામનગર પંથકમાં ફરી એકવાર રેકર્ડબ્રેક દારુનો જથ્થાે પકડી પાડવામાં એલસીબીને સફળતા મળી છે આ દારૂનો જથ્થાે કોને કોને પહોચાડવાનો હતો તેમજ કયાથી માલ મંગાવવામાં આવ્યો એ સહિતની વિગતો આરોપીઆે પોલીસના શકંજામાં આવ્યા બાદ ખુલવા પામશે ગઇકાલે જંગી જથ્થાે હાથ લાગતા પંથકમાં ચકચાર મચીગઇ હતી.

આ કાર્યવાહી એલસીબીના પી.આઇ આર.એ.ડોડીયાની સુચનાથી, પીએસઆઇ લગારીયા, વાગડીયા, સ્ટાફના રામભાઇ, જયુભા, વશરામભાઇ, બશીરભાઇ, હરપાલસિંહ, હરેન્દ્રસિંહ, ભગીરથસિંહ, કરણસિંહ, નાનજીભાઇ, સુરેશભાઇ, ગજેન્દ્રસિંહ, ભરતભાઇ, શરદભાઇ, હરદીપભાઇ, કમલેશભાઇ, લખમણભાઇ, મીતેશભાઇ, નિર્મળસિંહ, એ.બી. જાડેજા, દિનેશભાઇ, અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.