‘જોય સાઇકલ-ર018’માં 444 સ્પર્ધકો જોડાયા

April 16, 2018 at 3:56 pm


પોરબંદરની પ્રકૃતિપ્રેમી સંસ્થા પ્રકૃતિ ધ યુથ સોસાયટી તેમજ પોરબંદર સાઇકલ કલબ અને રોટરી-લાયન્સ, જેસીઆઇ અને નગરપાલિકા, પોલીસ વિભાગ, વનવિભાગ અને ચેમ્બર જેવી સંસ્થાઆેના સહયોગથી પ્રથમ વખત મીડીયા પાર્ટનર ‘આજકાલ’ની સંગાથે ‘જોય સાઇકલ-ર018’નું આયોજન કરવામાં આવતા વહેલી સવારે પાંચ વાગ્યે 444 સાયકલ સવારો તેમાં ઉત્સાહભેર જોડાયા હતા અને પ1 કી.મી.ની સાઇકલ યાત્રા 304 સાઇકલીસ્ટોએ સાડા ત્રણ કલાકમાં જ યાત્રા પૂર્ણ કરી હતી. માત્ર પોરબંદરના જ નહી, પરંતુ સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાંથી પણ મહિલાઆે સહિત અનેક સાયકલીસ્ટો જોડાયા હતા.

પોરબંદર ખાતે પ્રથમ વખત પ1 કી.મી. ની જોય-સાઇકલ-ર018 રાજકોટ સ્થિતિ ડો. નિતિન લાલ અને ડો. રિના લાલની મનન હોસ્પિટલના સહયોગથી આ ઇન્વેન્ટનું આયોજન થયું હતું. જેમાં સવારે 5ઃ00 વાગ્યે કનકાઇમંદિર, ચોપાટી ખાતેથી 444 સાયકલ યાત્રીઆેનું પ્રસ્થાન થયું હતું ત્યારે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ ફ્લેગ આેફ કરી સૌને પ્રાેત્સાહિત કર્યા હતા. ત્યારે સુનિલભાઈ ગોહેલ, સરજુભાઈ કારીયા, જીજ્ઞેશભાઈ કારીયા, પદુભાઈ રાયચુરા, અનિલભાઈ કારીયા, ટ્રાફિક પી.એસ.આઈ. વ્યાસ, યુવા બી.જે.પી. પ્રમુખ અજય બાપોદરા સહિત આગેવાનો ઉપિસ્થત રહ્યા હતા.

ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે વહેલી સવારે પાંચ વાગ્યે આટલા બધા લોકોને જોઈને આનંદ થયો. હું દરરોજ સવારે 3ઃ30 કલાકે ઉઠીને બે કલાક એક્સરસાઈઝ કરૂં છું અને તેથી મારી સ્ફંતિર્ યથાવત રહે છે. તમે બધા સાયકલ રોજ ચલાવો અને પોરબંદર નાનું છે એટલે વેપારીઆેએ પણ દુકાને સાયકલ ચલાવીને જ જવાય તેવી અપીલ પણ કરી હતી. પ્રથમ વખત પોરબંદરમાં આટલો મોટો સાયકલ ક્રેઝ જોવા મળ્યો છે તે જોઈને મને ખુશી થઈ છે.
ત્યારબાદ મુખ્ય આયોજક ડો. નિતીન લાલ, ડો. મનોજ જોષી અને મિલાપ હાથી, ડો. સિદ્ધાથર્ ગોકાણી દ્વારા બધાને આવકારીને સ્પર્ધાના નિયમો સમજાવ્યા હતા. પોરબંદરની લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, જે.સી.આઈ. સાથે સંસ્થાના હોદ્દેદારો, તેમજ ચીફ આેફિસર પણ સાયકલયાત્રામાં જોડાયા હતા.

પોરબંદરમાં નાના યુવાનો થી લઇને વડીલો અને યુવતિઆે તેમજ મહીલાઆે પણ આ જોય-સાઇકલ ઇવેન્ટમાં જોડાયા હતા. ચોપાટી ખાતે કનકાઇ મંદિરથી પ્રસ્થાન થયા બાદ પોરબંદરના નરસંગ ટેકરી એરપોર્ટ થઇને ભોદ સુધી જઇને પરત ચોપાટી આવે તે પ્રકારનો કુલ પ1 કી.મી.નો રૂટ નકકી કરવામાં આવ્યો હતો.

સાયકલ યાત્રાના આયોજકોએ જણાવ્યું હતું કે લોકોને સાઇકલીગ તરફ પ્રેરવા પોરબંદરમાં અનોખી પહેલ અમારા દ્વારા કરવામાં આવી છે. લોકોને સાઇકલીગ તરફ પ્રેરવા માટેનું પણ આયોજન છે અને જેથી લોકો તેમની જીવનશૈલીમાં નાનપણની જેમ ફરી વખત સાઇકલનો ઉપયોગ કરતા થાય અને તેનાથી પોતાનું સ્વાસ્થ્ય સારૂ રહે અને મોટરકાર તેમજ બાઇક જેટલું જ મહત્વ સાઇકલને પણ મળે તેમજ વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડ આેછો ફેલાય અને પ્રકૃતિનું જતન થાય તેવા સંદેશ સાથે આ ઇવેન્ટમાં પહેલ કરવામાં આવી હતી.

પોરબંદર ખાતે વિવિધ સંસ્થાઆે દ્વારા જોય-સાઇકલ-ર018નું 51 કી.મી.ની સાઇકલીગ ઇવેન્ટનું આયોજન થયું હતું જેમાં સાઇકલ ચલાવવાની સાથસાથ સાઇકલ ચલાવવાથી શરીરને થતાં ફાયદાઆે અને હાલમાં વધી રહેલું હવાનું પ્રદુષણ અટકાવવા માટે તેમજ વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરવા માટે પણ ઇવેન્ટ દરમિયાન અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.
ખીજડી પ્લોટ, લાયન્સ હોસ્પિટલ, ટોલ ટેક્સ અને ભોદ પાટીયા પાસે લાઈવ સ્ટેશન સાથે ચીયર અપ કર્યું હતું. પર્યાવરણ બચાવોની અપીલ માટે ટોલ નાકા પાસે વૃક્ષના છોડમાં પાણી નાખીને ને અમુકને પર્યાવરણ જાગૃતિ માટે અર્પણ કરવામાં આવ્યા હતા. અમુક મોટી ઉંમરના વડીલોએ યુવાનોને સરમાવે તેમ સાયકલ ચલાવીને યુવાનો કરતા વધારે તાકાત, સ્ફંતિર્ દેખાડી હતી.
9ઃ30 કલાકે સાયકલયાત્રા કરીને ચોપાટીએ પરત આવનારને મેડલ અને સર્ટીફીકેટ અપાયા હતા અને ડો. નિતીન લાલ, ડો. મનોજ જોષી અને જયદેવ ઉનડકટના સહયોગથી 24 થી વધુ સાયકલ પોરબંદરની સ્કૂલમાં ભણતા વિદ્યાથ}આેને આપવામાં આવી હતી. જયાં જરૂરીયાત મુજબ ફીઝીયોથેરાપી સારવાર, આે.આર.એસ. તેમજ નાસ્તો આયોજકો દ્વારા પુરો પાડવામાં આવ્યા હતા. સ્પર્ધા દરમિયાન મેડીકલ સહાય અથર્ે એમ્બ્યુલન્સ, મેડીકલ આેફીસર, ફીઝીયોથેરાપીસ્ટ પણ સ્પર્ધકોની સાથે રહેશે.

Comments

comments

VOTING POLL