…જ્યારે રસ્તાની વચ્ચે મૂકેશ અંબાણીએ નીતાને કર્યું પ્રપોઝ

April 11, 2019 at 10:55 am


Spread the love

દેશના સૌથી ધનાઢ પરિવાર ગણાતા મૂકેશ અંબાણીના જીવનનો એક રસપ્રદ કિસ્સો સોશિયલ મીડિયા પર વહેતો થઇ રહ્યો છે. નીતા અને મૂકેશ અંબાણી હાલમાં જાહોજલાલીવાળું જીવન જીવી રહ્યા છે. તેમની પ્રેમકથા કેવી રીતે શ થઇ એ અંગેની વાતો આ જોડીએ સીમી ગરેવાલના એક શોમાં કહી હતી અને ત્યારે શૂટ કરેલો એ વીડિયો હાલમાં દરેક વ્યકિતના મોબાઇલમાં ફરી રહ્યો છે. મૂકેશ અંબાણીએ તેના પ્રેમનો એકરાર કરીને નીતા અંબાણીને ગ્રાન્ટ રોડ ખાતે આવેલા પેડર રોડ પર ભર રસ્તા પર પ્રપોઝ કયુ હતું અને તેને કારણે ખૂબ જ ટ્રાફિકજામ થયાં હોવાની વાત પણ તેમણે કહી હતી.

ફિલ્મી અંદાજમાં લનો પ્રસ્તાવ રાખવાવાળા મૂકેશ અંબાણીએ તે વખતે કહ્યું હતું કે, નીતા મારા જીવનનો પહેલો અને અંતિમ પ્રેમ છે. મારા પિતા ધીભાઇ અંબાણીના માધ્યમથી અમારા બંનેની મુલાકાત થઇ હતી. મને તો નીતા પહેલી નજરમાં જ પસદં આવી ગઇ હતી અને ત્યારે જ મેં તેને મારી જીવનસંગિની માની લીધી હતી. એક વખત હત્પં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો ત્યારે મેં હિમ્મત જુટવીને નીતાને પેડર રોડની વચ્ચે ગાડી થોભાવીને પૂછયું હતું કે શું તું મારી સાથે લ કરીશ? હા કે ના જે પણ જવાબ હોય તે મને હમણા જ જોઇએ છે.

આગળની વાત કરતાં નીતા અંબાણીએ પણ આ રમૂજી અને મજેદાર કિસ્સાને વધુમાં જણાવ્યું હતું કે, તે સમયે ગાડી થોભાવી હતી અને રસ્તામાં વાહનોની લાંબી લાઇન લાગતા વાહનચાલકો બૂમાબૂમ કરી રહ્યા હતાં, મેં યારે હા પાડી ત્યારે જ તેમની ગાડી આગળ ચાલી. આ પ્રપોઝ એમણે એકદમ ડ્રામેટિક અંદાજમાં કર્યેા હતો અને એ દિવસને હત્પં કયારેય ન ભૂલી શકું. ૬૧ વર્ષીય મૂકેશ અંબાણી વર્ષ ૧૯૮૪માં નીતા અંબાણી સાથે લબંધને બંધાયા હતા અને આકાશ, અનતં અને ઇશા એમ તેમના ત્રણ સંતાનો છે. થોડા સમય પહેલા જ ઇશા અને આકાશના પણ લ થયાં હતાં