ઝોન માં ચોરી અને મારામારી કરનાર બંને સખ્સો ને પાસા તળે જેલ માં ધકેલાયા

December 2, 2019 at 9:21 am


Spread the love

ગાંધીધામ નજીકના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ચોરી અને મારામારી ના ગુનામાં સંડોવાયેલા બન્ને શખ્સોને પાસા પડે અલગ-અલગ જેલમાં ધકેલવામાં આવ્યા છે
પૂર્વ કચ્છ એલસીબીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધીધામ નજીકના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ચોરી તેમજ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા અક્રમ ઈસ્માઈલ ચાવડા ઉંમર વર્ષ ૧૯ ની પાસા તળે ધરપકડ કરીને સેન્ટ્રલ જેલ વડોદરા ધકેલવામાં આવ્યો છે તો ગની ઇસ્માઇલ ચાવડા ઉ.૨૪ ની ધરપકડ કરીને સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ધકેલાયો છે
આ બંને શકશો મારામારી અને ચોરીના ગુનામાં સંડોવાયેલા હોય પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબી પાસા ના કાગળિયા કરી જિલ્લા કલેકટરને મોકલ્યા હતા તેમણે તેમનો અભ્યાસ કરી પાસાની દરખાસ્ત મંજૂર કરતા એલસીબીએ આ બન્ને શખ્સોને પકડી ને પાછા તમે અલગ અલગ જેલમાં ધકેલી દીધા હતા