ટંકારાના રોહિશાળા અને જોધપરઝાલા ગામની મુલાકાત લેતાં જિલ્લા કલેકટર

September 12, 2018 at 11:41 am


ટંકારા તાલુકાના રોહિશાળા તથા જોધપરઝાલા ગામની મુલાકાત મોરબી જિલ્લા કલેકટરે લીધી હતી. જિલ્લા કલેકટર આર.જે. માંકડિયા ટંકારા તાલુકા મામલતદાર બી.કે. પંડયા, નાયબ મામલતદાર એમ.જે. પટેલ તથા સ્ટાફ દ્વારા રોહિશાળા ગામની મુલાકાત લીધી હતી ત્યારે રોહિશાળાના સરપંચ ગૌરીબેન ચંદુભાઈ બેડિયા, ઉપસરપંચ તથા સભ્યો દ્વારા કલેકટરનું સ્વાગત કરાયું હતું.જિલ્લા કલેકટરે લોકોના પ્રશ્નોની જાત માહિતી મેળવેલ અને દફતર ચકાસણી કરેલ. જિલ્લા કલેકટર દ્વારા સરકારી યોજનાઆે સાથે મા કાર્ડની માહિતી આપેલ અને લાભ લેવા અનુરોધ કરેલ.આ ઉપરાંત ટંકારા તાલુકાના છેવાડે આવેલ ખોબા જેવું જોધપર ઝાલા ગામની પ્રથમ વખત કલેકટર દ્વારા મુલાકાત લેવાયેલી હોવાનું જણાવાયું હતું. આર.જે. માંકડિયા ગામની મુલાકાત લેનાર કલેકટર છે.જોધપરઝાલાના આગેવાનો, સરપંચ, ઉપસરપંચ તથા પંચાયત સદસ્યો દ્વારા જિલ્લા કલેકટરનું ઉષ્માભેર સ્વાગત કરાયેલ.જિલ્લા કલેકટરે ગ્રામજનોના પ્રશ્નો સાંભળી ઘટતું કરવાની ખાતરી આપેલ. જિલ્લા કલેકટરે ગ્રામજનોને સરકારી યોજનાઆેથી માહિતગાર કર્યા હતા.

Comments

comments

VOTING POLL