ટંકારાના લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોકટર નિમવા માગણી

August 8, 2018 at 11:26 am


ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોકટર નિમવાની માગણી ટંકારા શહેર ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમ વી.વામજા દ્વારા માગણી કરાવેલ છે.લજાઈ ખાતે સરકાર દ્વારા લજાઈ વિસ્તારની ગ્રામ્ય પ્રજાને આરોગ્ય સુવિધા સારી મળે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરાયેલ. લાખો રૂા.ના ખર્ચે આધુનિક બિલ્ડિંગ બનાવેલ છે.

લજાઈ વિસ્તારની આશરે ત્રેવીસ હજારની વસ્તી આ આરોગ્ય કેન્દ્રનો લાભ લઈ રહેલ છે.પરંતુ ડોકટર મંગળવાર, ગુરૂવાર, શનિવાર, અઠવાડિયામાં ત્રણ દિવસ જ મળે છે તો બાકીના દિવસે લોકો માંદા પડે તો કયાં જવું તે મોટો પ્રñ છે.ગૌતમભાઈ વી.વામજાએ આરોગ્ય મંત્રી તથા મુખ્યમંત્રી સહિત સતાવાળાઆેને લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોકટર નિમવા લેખિત રજૂઆત કરેલ છે.

Comments

comments

VOTING POLL