ટંકારામાં હત્યાના ગુનામાં ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

February 25, 2019 at 11:30 am


મોરબી જીલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ડ્રાઈવનું આયોજન કરેલ હોય જેમાં એસઆેજી ટીમે હત્યાના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો છે.
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન અને ડીવાયએસપી બન્નાે જોશીની સુચના હેઠળ એસઆેજી પીઆઈ જે એમ આલની ટીમે ખાનગી બાતમીને આધારે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાળા ગામની સીમ મનુભાઈની વાડી ખાતે તપાસ કરતા ટંકારા પોલીસ મથકમાં હત્યાના ગુન્હાનો આરોપી સમાડીયો ઉર્ફે સોમો ભુલજી ઉર્ફે ફૂલજી ધણાક આદિવાસી (ઉ.વ.24) વાળો ત્રણ વર્ષથી નાસતો ફરતો હોય જેને ઝડપી લઈને ટંકારા પોલીસને સોપવામાં આવ્યો છે. આ કામગીરીમાં એસઆેજી ટીમના અનિલભાઈ ભટ્ટ, ઈશ્વરભાઈ કલોતરા, ભરતસિંહ ડાભી અને ધર્મેન્દ્ર પટેલ સહિતના જોડાયેલ હતા.

Comments

comments

VOTING POLL