ટંકારા તાલુકામાં પ્રથમ બે કલાકમાં 14.5 ટકા મતદાન

April 23, 2019 at 11:27 am


ટંકારા-પડધરી મત વિસ્તારમાં આજ સવારથી સાત વાગ્યાથી મતદારોની લાઈનો લાગી ગયેલ છે. વહેલી સવારથી દરેક મત બુથ ઉપર મતદારો ઉમટી પડેલ છે.
ટંકારમાં એમ.પી.દોશી વિદ્યાલય ટંકારા ખાતે મતદારો માટેના પ્રવેશદ્વારને લગ્ન માટેના પ્રવેશદ્વાર જેવું સુંદર પ્રવેશદ્વાર બનાવાયેલ છે. એમ.પી.દોશી વિદ્યાલય ખાતે મતદારો પુષો અને સ્ત્રીઓની લાંબી લાઈનો લાગી છે.
ટંકારા-પડધરી મત વિસ્તારમાં ચૂંટણી તંત્ર દ્વારા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાયેલ છે. ટંકારા-પડધરી વિસ્તારમાં 23 મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ થઈ રહેલ છે. ચૂંટણી તંત્ર આ મતદાન મથક થતું મતદાન નિહાળશે. ટંકારા ખાતે પાંચ માઈક્રો ઓબર્ઝવરની નિમણૂંક કરાયેલ છે. જર પડયે ત્યાં વધારાનો સ્ટાફ પણ ફાળવાયેલ છે. કોઈપણ તકલીફ ઉભી થાય તો તાત્કાલીક પહોંચી શકાય તે માટે ઝોનલ ઓફિસરોના વાહનોમાં જીપીઆરએસ સિસ્ટમ લગાડવામાં આવેલ છે.
ટંકારા શહેરનું પ્રથમ બે કલાકનું મતદાન 11.34 ટકા તથા ટંકારા તાલુકાના 14.5 ટકા મતદાન થયેલ છે.

Comments

comments

VOTING POLL