ટંકારા પાસે વાહનની ઠોકરે ચડી જતાં પટેલ વૃધ્ધનું મોત

April 12, 2019 at 11:07 am


ટંકારામાં અજાણ્યા વાહનની ઠોકરે ચડી જતાં ઘવાયેલા વૃધ્ધને અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વિરવાવ ગામના લેઉવા પટેલ વૃધ્ધ આંખ બતાવવા ગયા હતા અને રીક્ષામાંથી ઉતરી રોડ ક્રોસ કરવા જતાં અજાણ્યા વાહને ઠોકરે લીધા હોવાનું બહાર આવતા પોલીસે હોસ્પિટલે દોડી જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ટંકારા તાલુકાના વિરવાવ ગામે રહેતા માવજીભાઈ અખાભાઈ મેરા ઉ.વ.85 નામના લેઉવા પટેલ વૃધ્ધ ગઈકાલે રીક્ષામાં ટંકારા ગયા હતા ત્યારે પગપાળા રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહને ઠોકરે લેતાં તેને ગંભીર હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમીક તપાસમાં મૃતક માવજીભાઈ બે ભાઈ એક બેનમાં વચેટ હોવાનું અને ખેતીકામ કરતા હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. ગઈકાલે રીક્ષામાં બેસી ટંકારા આંખ બતાવવા ગયા હતા. તે દરમ્યાન આ બનાવ બન્યો હોવાનું જાણવા મળતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL