ટયુશન કલાસીસના ‘ધંધા’ પર ધોંસ: ૭૦ યુનિટ બધં કરાવતાં મ્યુ.કમિશનર

May 25, 2019 at 4:46 pm


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્રારા આજે સવારથી ટયુશન કલાસીસના ‘ધંધા’ પર ધોંસ બોલાવવામાં આવી હતી. ૬૬ જેટલા ટયુશન કલાસીસ અને ૪ સ્કૂલ સહિત ૭૦ શૈક્ષણિક સંકુલોમાં ફાયર સેફટીની સુવિધા જોવા નહીં મળતાં તાત્કાલિક અસરથી બધં કરાવી દેવામાં આવ્યા હતા અને ફાયર સેફટીની સુવિધાઓ વસાવ્યા બાદ જ શરૂ કરવા તાકિદ કરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં કુલ ૭૦૦થી વધુ ટયુશન કલાસીસ ચાલી રહ્યા છે ત્યારે લગાતાર આગામી ૧૦ દિવસ સુધી ચેકિંગ ચાલશે. આ માટે ફાયરબ્રિગેડ સહિત વિવિધ શાખાઓના અધિકારીઓ અને ઈજનેરોની પાંચ ટુકડીઓની રચના કરવામાં આવી છે જે લગાતાર ચેકિંગ ચાલું રાખશે. ટયુશન કલાસીસ અને શાળા–કોલેજોના બિલ્ડિંગોની પણ વિસ્તૃત ચકાસણી કરવામાં આવશે. કોઈ પણ કલાસીસ શાળા–કોલેજોમાં વિધાર્થીઓને કલાસરૂમની અંદર ઘેંટા–બકરાંની જેમ ભરી શકાશે નહીં. કલાસરૂમની સાઈઝના પ્રમાણમાં જ વિધાર્થીઓની સંખ્યા રાખવાની રહેશે તેવી પણ તાકિદ કરવામાં આવી છે.

રાજકોટ મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજથી શહેરના તમામ ટુશન કલાસમાં ફાયર સેફટીના સાધનો છે કે કેમ તેની ચકાસણી શ કરાવી હતી અને આજે પણ મેગા ચેકિંગ ડ્રાઈવ યથાવત ચાલુ રાખવામાં આવી હતી. આ ચેકિંગ દરમ્યાન ગઈકાલે ૨૦ અને આજે ૪૬ કલાસ અને ૪ સ્કૂલ એમ બંને દિવસમાં કુલ ૬૬ કલાસ અને ૪ સ્કૂલમાં ફાયર સેટીના સાધનોનો અભાવ જણાયો હતો અથવા તો યાં સાધનો હતાં તો વકિગ કન્ડીશનમાં ન્હોતા, આ સંજોગોમાં આ તમામ કલાસ અને સ્કૂલ બધં કરાવેલ છે. દરમ્યાન આગામી દિવસોમાં કોમર્શિયલ બિલ્ડિંગ અને હાઈરાઈઝ બિલ્ડિંગમાં ઓન ચકાસણી હાથ ધરવામાં આવશે. ગઈકાલે બધં કરાવવામાં આવેલા કલાસમાં ઇનોવેટીવ કીડઝ પ્લે હાઉસ, હીરીટીકાસ ઈંગ્લીશ એકેડેમી, વરદાયિની ઈંગ્લીશ એકેડેમી, પ્રાર્થના કલાસીઝ, પી. એન્ડ એમ. કલાસીઝ, બી એકેડેમી, ડેસ્ટીનેશન ઈંગ્લીશ કલાસીઝ, ઓકસફર્ડ કલાસીઝ, વિનાયક કોમ્પ્યુટર એકેડેમી, સનરાઈઝ કોમ્પ્યુટર કલાસ, અર્પામ ઇન્સ્િટટયૂટ ઓફ ઈંગ્લીશ, પ્રોગ્રેસીવ કલાસીઝ, ક્રિએશન મ્યુઝિક કલાસીઝ, નોબલ કલાસીઝ, સંકલ્પ અભ્યાસ ધામ, ઓસ્કાર સ્પોકન ઈંગ્લીશ કલાસ, તક્ષશિલા એકેડેમી, એન.પી. ટુટોરીયલ, આઇ.એ.એન.ટી. કોમ્પ્યુટર કલાસીઝ, એલન કેરિયર કલાસીઝનો સમાવેશ થાય છે.

કમિશનરે ઉમેયુ હતું કે, યારે આજે બધં કરાવવામાં આવેલા કલાસિઝમાં ઈસ્ટ ઝોનમાં કામદાર કોમ્પ્યુટર કલાસ, તરપન સ્પોકન ઈંગ્લીશ, ભૂષણ સ્કૂલ પોલ સ્ટાર પ્રા. સ્કૂલ નાલંદા પ્રા. શાળા, પરિમલ વિધાવિહાર, બી. એન્ડ ટી. કલાસ, શુભમ કોલ કલાસ, પાવન એયુકેશન, હરી કલાસીઝ, માલી એકેડેમી, ચાણકય કલાસીઝ, ડિસ્કવર કલાસીઝ, ડી.એસ. કો. કલાસીઝ, શ્રી ગ્રુપ એયુકેશન, પરમ કોમ્પ્યુટર, સરસ્વતી સ્ટડી પોઈન્ટ, સેન્ટ્રલ ઝોનમાં બે ટીમો દ્રારા થયેલ ચેકિંગ દરમ્યાન જ્ઞાનગંગા કલાસીઝ, જ્ઞાનગંગા સ્કૂલ, શ્રીજી એયુકેશન, રાજકોટ ઇન્ડસ્ટ્રી ઓફ ટેકનોલોજી, આર.આઈ.ટી. કલાસીઝ, વાત્સલ્ય કલાસીઝ, એક્ષપર્ટ કલાસીઝ, શ્રી વલ્ર્ડ કોમ્પ્યુટર કલાસીઝ, ડેરીંગ એકેડેમી, જીનીયસ એયુકેશન, રામાની ઇન્સ્િટટયૂટ, અને અલોહા, શ્રી એકેડેમી, એસેન્ટ કોચિંગ કલાસીઝ, સૂચક કલાસીઝ, ટેકનો એસ્પાય્ર ટેકનીકલ ઇન્સ્િટટયૂટ, વિહાણ એયુકેશન, વર્ધમાન કોમ્પ્યુટર એયુકેશન, જે. જે. કોમ્પ્યુટર, લનિગ પોઈન્ટ, સી.એસ., શ્રી હત્પન્વારજી મુરજી ટ્રસ્ટ, સંસ્કાર કલાસીઝ, ઇન્ડિયન ટેકનિકલ ઇન્સ્િટટયૂટ અને જીેશ કોમ્પ્યુટર યારે વેસ્ટ ઝોનમાં શ્રી સંસ્કૃતિ કલાસીઝ, નેપ્ચ્યુન ટાવર, દિલ્હી પબ્લિક સ્કૂલ, વીર એકેડેમી, ન્યુ ગુકુળ એકેડેમી, કે સેવન ઇન્ટરનેશનલ ત્ય્ષણ કલાસીઝ, કામાની એકેડેમી અને લીબર્ટી એકેડેમીનો સમાવેશ થાય છે.

મ્યુનિ. કમિશનર તેમજ નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી અને ચેતન ગણાત્રા અને સહાયક કમિશનરઓ વી. એસ. પ્રજાપતિ, સમીર ધડુક, એચ.કે.કગથરા, ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબા, એસ્ટેટ શાખાના આસી. મેનેજર બી.બી.જાડેજા તેમજ ફાયર એમડ ઇમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસરઓ દિનેશભાઈ ચાંચિયા, અમિતભાઈ દવે, શૈલેશભાઈ નડીયાપરા, કિરીટભાઈ કોલી, શાર્દુલભાઈ ઝીંઝુવાડિયા, તેમજ લીડિંગ ફાયરમેનઓ રાહત્પલભાઈ જોશી, મુબારકભાઈ જુણેજા અને શૈલેષભાઈ ખોખર સહિતના અધિકારીઓ આ ચેકિંગ ડ્રાઈવમાં જોડાયા હતાં. યારે અન્ય ત્રણ સ્ટેશન ઓફિસરઓ ફિરોઝખાન, ઝાહીદખાન અને ભટ્ટીભાઈને શહેરના મુખ્ય ત્રણ ફાયર સ્ટેશન ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતાં. કરવા ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબાને આદેશ કરેલ છે, જેના પગલે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ત્રણ ટીમોએ તાબડતોબ સાંજે ટુશન કલાસીસની ચકાસણી શ કરી દીધી હતી. એમ કહ્યું હતું કે, રાજકોટમા ચાલતા ટયુશન કલાસીસ પૈકી જે ટુશન કલાસમાં અિશમન (ફાયર સેફટી)ના સાધનો વસાવવામાં આવ્યા ના હોય તે ચાલુ રાખી શકાશે નહીં અને હાલ તાત્કાલિક અસરથી આવા ટુશન કલાસ બધં કરાવવામાં આવી રહ્યા છે. યાં સુધી ફાયર સેફટીના સાધનો વસાવવામાં ના આવે ત્યાં સુધી ટુશન કલાસ ચાલુ કરી નહી શકાય.

રાજકોટ મહાનગરપાલિકા દવારા હાલ હાથ ધરવામાં આવેલા ચેકીંગની સાથોસાથ એ પણ ચકાસવામાં આવશે કે, જે કોમ્પ્લેકસના બેઝમેન્ટ, અગાસી કે બ્લોકડ પગથિયાં માં જગ્યા ઉભી કરીને ટુશન કલાસ, રેસ્ટોરન્ટ કે અન્ય કોમર્શિયલ પ્રવૃત્તિ થતી હોય તો તેની ઉપર તત્રં સુરક્ષા અને સલામતીની દ્રષ્ટ્રિએ ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે. આ બાબતમાં કડક પગલાં લેવામાં આવી શકે છે. યાં જે કોઈ વ્યકિત બેદરકારી સબબ જવાબદાર જણાશે તેની સામે આકરા પગલાં લેવામાં આવશે એમ પણ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. કમિશનરએ વધુમાં કહ્યું કે, વિધાર્થી ભાઇ બહેનોની સુરક્ષાને ધ્યાનમાં રાખી હવે શહેરમાં, ફાયર સેફટીના સાધનો વસાવાયા બાદ જ ટુશન કલાસ ચાલુ કરી શકાશે

Comments

comments

VOTING POLL