ટવીટરે પોતાના 33 કરોડ યુઝર્સને કહ્યું, ફટાફટ પાસવર્ડ બદલાવો

May 4, 2018 at 12:22 pm


સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ટવીટરે પોતાના 336 મિલિયન યુઝર્સને ઝડપથી પાસવર્ડ બદલી નાખવા કહ્યું છે. કંપ્નીએ તેની જાણકારી એક ટવીટ દ્વારા આપી હતી. કંપ્નીએ પોતાના ટવીટમાં કહ્યું કે તાજેતરમાં જ કંપ્નીને એક બગ ધ્યાનપર આવ્યું છે જેના કારણે તમામ યુઝર્સના પાસવર્ડ ટેકસ્ટ ફોર્મમાં સેવ થઈ ગયા છે.
ટવીટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર પરાગ અગ્રવાલે પણ આ અંગેની જાણકારી પોતાના બ્લોગ પોસ્ટ મારફતે આપી હતી. તેમણે લખ્યું કે ટવીટરે આ બગને ફિકસ કરી નાખ્યું છે પરંતુ હજુ સુધી કોઈ યુઝર્સના પાસવર્ડની ચોરી થવા અથવા તેનું એકાઉન્ટ હેક થવાના રિપોર્ટ નથી. આમ છતાં તમામ યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના એકાઉન્ટનો પાસવર્ડ ચેન્જ કરી નાખે.

Comments

comments

VOTING POLL