ટાઇગર -દિશા પટણી વચ્ચેના સંબંધ મજબુત બન્યા : રિપોર્ટ

August 10, 2018 at 6:44 pm


ટાઇગર શ્રાેફ અને દિશા પટણી વચ્ચેના સંબંધો દિન પ્રતિદિન વધુને વધુ મજબુત થઇ રહ્યાા છે. દિશા પટણી પણ ટાઇગર સાથેના સંબંધોને લઇને વધુને વધુ ગંભીર બની રહી છે. હાલમાં બંને મોટા ભાગે સાથે નજરે પડી રહ્યાા છે. બાગી-2 ફિલ્મને બાેક્સ આેફિસ પર રેકોર્ડ સફળતા મળ્યા બાદ તેમની વચ્ચેની મિત્રતા નવી ઉંચી સપાટી પર પહાેંચી ગઇ છે. ટાઇગર હાલમાં તેના ગુરૂ રિતિક રોશનની સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહ્યાાે છે. જેમાં તેમની સાથે વાણી કપુર કામ કરી રહી છે. વિતેલા વષોૅના સ્ટાર અભિનેતા જેકી શ્રાેફના પુત્ર ટાઇગરે હિરોપંતિ મારફતે બાેલિવુડમાં એન્ટ્રી કરી હતી. તેને એક કુશળ એક્શન સ્ટાર તરીકે ગણવામાં આવે છે. તેની છેલ્લે બાગી-2 ફિલ્મ બાેક્સ આેફિસ પર જોરદાર સફળતા હાસલ કરી ગઇ હતી. તે કેટલીક ફિલ્મો હાથમાં ધરાવે છે. જેમાં સ્ટુડન્ટ આેફ ધ યરની બીજી ફિલ્મનાે સમાવેશ થાય છે. જેમાં તે મુખ્ય રોલમાં છે. આ ઉપરાંત તેની પાસે કેટલાક મોટા બજેટની ફિલ્મો છે. જો કે તેની સાૈથી મોટી ફિલ્મ તાે રિતિક રોશન સાથે રહેનાર છે. જેમાં દિલધડક એક્શન સીન રાખવામાં આવનાર છે. ફિલ્મના એક્શન સીન માટે હોલિવુડમાંથી લોકોને બાેલાવવામાં આવી રહ્યાા છે. બીજી બાજુ દિશાને પણ હવે મોટી ફિલ્મ મળી રહી છે. હાલમાં તેને એક મોટી ફિલ્મ હાથ લાગી છે. તે બાેલિવુડના સુલ્તાન તરીકે ગણાતા સલમાન ખાનની ભારત ફિલ્મ મેળવી ચુકી છે. જેમાં તે સલમાન સાથે દેખાશે. દિશાની કેરિયર ભારત ફિલ્મના કારણે વધારે ઝડપી બની શકે છે. ટાઇગર શ્રાેફ અને દિશા પહેલા બાેલિવુડ કેરિયર પર ધ્યાન આપી રહ્યાા છે. બંને સમય કાઢીને કેટલીક વખત સાથે સમય પણ ગાળી રહ્યાા છે. જો કે પ્રેમ સંબંધ હવે જગજાહેર થઇ ગયા છે. બંનેની જોડી ફરી સાથે ચમકાવવાની તૈયારી પણ હાથ ધરાઇ છે.

Comments

comments

VOTING POLL