ટાઈમ મેગેઝિનની વિશ્વના 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં મુકેશ અંબાણી સહિત ત્રણ ભારતીય

April 18, 2019 at 11:27 am


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી અને સમલિંગી સંબંધો ધરાવતા લોકોના હકો માટે ભારતમાં ઐતિહાસિક કાનૂની લડત ચલાવનાર જાહેર હિત સંબંધિત મુકદ્દમાઓ માંડનારાઓ અરુંધતી કાત્જુ તથા મેનકા ગુરુસ્વામી સહિત કેટલાક ભારતીયોને ટાઇમ મેગેઝિને વિશ્ર્વની 100 સૌથી વગદાર હસ્તીઓની પ્રતિષ્ઠિત યાદીમાં સમાવ્યાં છે. આ યાદી બુધવારે જાહેર કરવામાં આવી હતી જેમાં સૌથી વગદાર પ્રણેતાઓ, નેતાઓ, બુદ્ધિજીવીઓ, કલાકારો તથા પોતાના ક્ષેત્રની શ્રેષ્ઠત્તમ વ્યક્તિઓનો સમાવેશ છે.

આ લિસ્ટમાં ભારતીય-અમેરિકન કોમેડિયન તથા ટીવી હોસ્ટ હસન મિન્હાજ, અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ, ચીનના પ્રમુખ શી જિન્પીન્ગ, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન, ગોલ્ફર ટાઇગર વૂડ્સ અને ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગનો પણ સમાવેશ છે. યાદીમાં યુએસ ઓપ્ન ટેનિસની વિજેતા નાઓમી ઓસાકા, મિશેલ ઓબામા, લેડી ગાગા પણ સામેલ છે.

ટાઈમની પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ કેટલીક જાણીતી હસ્તીઓ
ભારતીય-અમેરિકન કોમેડિયન અને ટીવી હોસ્ટ હસન મિનહાજ
ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ
પોપ ફ્રાન્સિસ
શી જિનપિંગ, ચીનના રાષ્ટ્રપતિ
ઈમરાન ખાન, વડાપ્રધાન, પાકિસ્તાન
ટાઈગર વૂડ્સ, ગોલ્ફર
માર્ક ઝકરબર્ગ, ફેસબૂકના સંસ્થાપક
નાઓમી ઓસાકા, યુએસ ઓપ્ન વિજેતા જાપાની ખેલાડી
મહેરશાલા અલી, અભિનેતા
રામી મલેક, ઓસ્કર વિજેતા અભિનેતા
મિશેલ ઓબામા, અમેરિકાના ભૂતપૂર્વ પ્રથમ મહિલા, બરાક ઓબામાના પત્ની
સિરીલ રામાફોસા, રાષ્ટ્રપતિ, દક્ષિણ આફ્રિકા
લેડી ગાગા, ગાયિકા અને ઓસ્કર વિજેતા
મોહમ્મદ બિન ઝાયદ, અબુ ધાબીના રાજકુમાર
રોબર મુલેર, સ્પેશિયલ કાઉન્સેલ
નેન્સી પેલોસી, પ્રવક્તા, અમેરિકન સરકાર

Comments

comments