ટાગોર રોડ પર એસ્ટ્રાેન ચોકથી વિરાણી ચોક સુધી નખાશે ફ્લાવર બેડ ડિવાઈડર

November 27, 2018 at 4:42 pm


રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોનના રાજમાર્ગ ટાગોર રોડ-દસ્તુર માર્ગ કોર્નર પર રાજમંદિર ફાસ્ટફૂડ પાસેથી વિરાણી ચોક સુધીના રસ્તા પર ફ્લાવર બેડ ટાઈપ રોડ ડિવાઈડર નાખવા તેમજ ડિવાઈડરનું કામ પૂર્ણ થયા બાદ સેન્ટ્રલ સોડિયમ લાઈટિંગ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
વધુમાં મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ આજે મળેલી સ્ટેન્ડિ»ગ બેઠકમાં વોર્ડ નં.7ના ટાગોર માર્ગ પર રૂા.13.33 લાખના ખર્ચે સેન્ટ્રલ ડિવાઈડરનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું અને હવે ટૂંક સમયમાં આ કામ શરૂ થઈ જશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે દસ્તુર માર્ગ કોર્નરથી વિરાણી ચોક સુધીના રસ્તા પર અંધારપટ રહેતો હોય તેમજ બન્ને બાજુએ સરકારી સંકુલો આવેલા હોય લાઈટિંગનો બિલકુલ અભાવ હોવાની છેલ્લા ઘણા સમયથી ફરિયાદ હતી જેના અનુસંધાને ફ્લાવર બેડ ટાઈપ ડિવાઈડરની કામગીરી પૂર્ણ થયા બાદ તેમાં સેન્ટ્રલ સોડિયમ લાઈટિંગની સુવિધા પણ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે જ પૂર્વ ડેપ્યુટી મેયર ડો.દશિર્તા શાહની રજૂઆત અન્વયે ટાગોરમાર્ગ પહોળો કરવામાં આવ્યો હતો.

Comments

comments

VOTING POLL