ટાટા નેનોને 9 મહિનામાં એક જ ખરીદદાર મળ્યો

October 9, 2019 at 10:52 am


ટાટા મોટર્સે 2019ના પ્રથમ નવ મહિનામાં એક પણ નેનો કારનું ઉત્પાદન કર્યું નથી અને ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં માત્ર એક નેનો વેચી હતી. આ એન્ટ્રી-લેવલ મોડલ બંધ કરવા અંગે કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી અને અત્યાર સુધી એમ જણાવ્યું છે કે, નેનો કારના ભવિષ્ય અંગે હજુ સુધી નિર્ણય લેવાયો નથી. ઉત્પાદનનું આયોજન માંગ પ્રમાણે અને સિસ્ટમ ઈન્વેન્ટરીના આધારે થતું હોવાનું કંપનીએ જણાવ્યું છે. જોકે, કંપનીએ સ્વીકાર્યું છે કે, નેનોનું વર્તમાન સ્વરૂપ 2020થી અમલી બનનારા નવા સેફટી નિયમો અને બીએસ-વીઆઈ એમિશન િન્યમોને સુસંગત નથી.
ટાટા મોટર્સે મંગળવારે નિયમનકારી નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, ચાલુ વર્ષના સપ્ટેમ્બરમાં એક પણ નેનોનું ઉત્પાદન કે વેચાણ થયું નહોતું, આમ કંપનીએ સતત નવમા મહિને એક પણ નેનો કારનું ઉત્પાદન કર્યું નથી. ફેબ્રુઆરી 2019માં માત્ર એક નેનો વેચ્યા બાદ કંપનીએ અત્યાર સુધીના મહિનામાં એક પણ નેનો વેચી નથી.
જાન્યુઆરી 2008માં આેટો એકસ્પો ખાતે નેનો લોન્ચ થઈ હતી. પીપલ્સ કાર તરીકે જાણીતી બનેલી નેનો આ અપેક્ષા પુરી કરી શકી નહોતી અને તેનું વેચાણ સતત ઘટયું હતું. 2018ના જાન્યુઆરી-સપ્ટેમ્બરમાં ટાટા મોટર્સે ડોમેસ્ટિક માર્કેટમાં કુલ 297 નેનોનું ઉત્પાદન કર્યું હતું અને 299 નેનો વેચી હતી.
નેનો બંધ કરવા અંગે ટાટા મોટર્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે, માર્કેટ ડેવલપમેન્ટ્સ, રેગ્યુલેશન્સ અને ઈમજિ¯ગ કિમ્પટિટિવ બાબતોને ધ્યાનમાં લીધા બાદ પ્રાેડકટની લાઈફ સાઈકલ અંગે નિર્ણય લેવામાં આવશે. જ્યારે પણ જરૂર જણાશે ત્યારે આવા કોઈ પણ નિર્ણયની જાહેરાત થશે.
જોકે, ટાટા મોટર્સના અધિકારીઆે સંકેત આપે છે કે, 2020ના એપ્રિલથી પ્રદૂષણના કડક નિયમો લાગુ થઈ રહ્યાં છે અને કંપની તેનું પાલન કરવા માટે નેનો પાછળ વધુ રોકાણ કરવાની યોજના ધરાવતી નથી એટલે, એપ્રિલ 2020થી નેનોનું ઉત્પાદન અને વેચાણ બંધ થઈ જશે.

Comments

comments