ટાટા નેનો ઈતિહાસ બની જશે: માર્ચમાં એક પણ કાર વેચાઈ નહીં

April 6, 2019 at 10:49 am


એક જમાનામાં સામાન્ય માનવીની કાર ગણાતી નેનોનું ભાવિ હવે અંધકારમય બની ગયું છે. ટાટા મોટર્સ દ્રારા સતત ત્રીજા મહિને નેનોનું પ્રોડકશન કરવામાં આવ્યું નથી. શેરબજારને આપવામાં આવેલી જાણકારી અનુસાર ટાટા મોટર્સે જણાવ્યું છે કે માર્ચ મહિનામાં એક પણ નેનો કારનું વેચાણ થયું નથી.
આમ હવે ટાટાની નેનો કાર ઇતિહાસ બનવાની તૈયારીમાં છે, જોકે ટાટા મોટર્સે જણાવ્યું છે કે નેનો ભવિષ્યને લઇને હજુ કોઇ નક્કર નિર્ણય લેવાયો નથી. વર્તમાન સ્થિતિમાં ટાટા નેનો નવા સુરક્ષા અને ઉત્સર્જન માપદંડોને અનુપ નથી અને તેનું ઉત્પાદન જારી રાખવા માટે નવા મૂડીરોકાણની જર પડશે.
કંપનીએ જણાવ્યું છે કે માર્ચમાં એક પણ નેનો કાર વેચાઇ નથી કે એક પણ કારનું નવું ઉત્પાદન થયું નથી. ગઇ સાલ માર્ચમાં કંપનીએ ૩૧ નેનોનું ઉત્પાદન કયુ હતું અને તેમાંથી ૨૯ કારનું વેચાણ થયું હતું. અહેવાલ અનુસાર આ વર્ષે ઓકટોબરમાં નવા સુરક્ષા માપદડં આવશે અને તેથી કંપની ૨૦૨૦માં તેનું પ્રોડકશન બધં કરી શકે છે

Comments

comments