ટિ²પલ તલાક ખરડાનું ભવિષ્ય શુંં ?

August 14, 2018 at 10:37 am


ટિ²પલ તલાક ખરડા તરીકે વધુ જાણીતા મુિસ્લમ વીમન (પ્રાેટેક્શન આૅફ રાઈટ્સ આેન મેરેજ) બિલ 2017માંના સુધારાઆેને જુદા જુદા પક્ષો વચ્ચે સર્વસંમતિના અભાવે મંજૂરી મળી શકી નથી. લોકસભામાં પસાર થઈ ગયેલો આ ખરડો રાજ્યસભામાં ખોટકાઈ ગયો છે. હવે તલાક વિરોધી ખરડો રાજ્યસભામાં પુનઃ રજૂ કરાશે ત્યારે રાજ્યસભાનું ચિત્ર જુદું હશે કે કેમ, એ વિશે અત્યારથી કશુંય સ્પષ્ટ કહી શકાતું નથી. સરકાર આ માટે વટહુકમ પણ લાવવાનો વિચાર કરી શકે છે.

આ તબક્કે સવાલ થાય કે મુિસ્લમ મહિલાઆેએ ક્યાં સુધી રાહ જોવાનીં લોકસભામાં આ ખરડો પસાર થયા બાદ એક વિદ્વાન મહિલાએ કહ્યું હતું કે, તલાક એ એવી શોકાંતિક ઘટના નથી જેટલી દુઃખી લગ્નજીવનમાં ટકી રહેવાની બાબત છે.રાજકીય બાબતોના નિષ્ણાતોના મતે સરકાર અને કાેંગ્રેસમાંથી એકેયને આ ખરડો પસાર થઈ જાય એમાં રસ નથી. એ કારણે જ રાજ્યસભામાં જે રીતે ખરડો લટકાવી દેવાયો એ પછી ભાજપે કાેંગ્રેસને માથે અને કાેંગ્રેસે ભાજપેને માથે આક્ષેપોનો ટોપલો ઢોળ્યો છે.

પ્રધાનમંડળની બેઠકમાં ટિ²પલ તલાક વિરોધી ખરડામાં ત્રણ સુધારાને મંજૂરી આપવામાં આવી હતી. પતિ જો તત્કાળ ટિ²પલ તલાક આપી દે તો પત્ની અથવા પત્નીના સગાં-સંબંધી પતિની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી શકે છે. પતિ જો પત્ની પાસે પરત ફરે અને લગ્ન ટકાવી રાખવા પગલાં લે તો એની વિરુÙ પોલીસમાં કરેલી ફરિયાદ પત્ની પાછી ખેંચી શકશે. મેજિસ્ટ્રેટ પતિના જામીન મંજૂર કરી શકશે એટલે કે તલાકના મામલાનો ફાઈનલ ચુકાદો આવે ત્યાં સુધી પતિને જામીન મળી શકશે, જે જોગવાઈ અગાઉના ખરડામાં નહોતી. આ ત્રણ સુધારા મૂળ ખરડામાં કરવામાં આવ્યા હતા અને સરકારને એમ હતું કે હવે રાજ્યસભામાં મંજૂરી મળી જશે પણ કમનસીબે એમ થયું નથી.

એક તબક્કે વિરોધપક્ષોનું કહેવું હતું કે સુધારિત ખરડો જ રજૂ કરવાનો હતો તો વહેલો ને વેળાસર કરવાનો હતો તો એના જવાબમાં શાસકપક્ષે એવું સ્પષ્ટીકરણ આપ્યું હતું કે, ડીએમકેના એમ. કરુણાનિધિના અવસાનને કારણે સભામોકૂફી કરવાને કારણે એક દિવસ ઘટéાે હતો! આખરે મન હોવા છતાં માળવે ન જવાતાં મુિસ્લમ મહિલાઆેની હાલત અત્યારે તો ઠેરના ઠેર જેવી છે.

Comments

comments

VOTING POLL