ટિક–ટોક પર પાંચ લાખ ફોલોઅર્સ ધરાવતા મોહિતની અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા

May 22, 2019 at 11:25 am


દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક વખત ગેંગવોરનો મામલો સામે આવ્યો છે. દ્રારકા મોડ મેટ્રો સ્ટેશન નજીક બે દિવસ પહેલા થયેલી ગેંગવોર અને પોલીસ ફાયરિંગમાં બે બદમાશોનાં મોત થયા છે. યારે નફઝગઢ વિસ્તારમાં ટિક–ટોક પર પાંચ લાખ ફેન ફોલોવિંગવાળા જિમ ટ્રેનર પર મંગળવારે સાંજે ફાયરિંગ થયું હતું. ગભીર રીતે ઘાયલ થયેલા ૨૭ વર્ષીય મોહિત મોર નામના જિમ ટ્રેનરનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
મોહિત મોરના ટિક–ટોક પર પાંચ લાખ કરતા વધારે ફોલોઅર્સ હતા. સોશિયલ મીડિયા પર એકિટવ રહેતા મોહિતના ઇન્સ્ટાગ્રામ પર પણ ત્રણ હજારથી વધારે ફોલોઅર્સ હતા.
પ્રા વિગત પ્રમાણે, મોહિતને મંગળવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ગોળી મારવામાં આવી હતી. તે નફઝગઢની માર્કેટની એક દુકાન પર ગયો હતો. અહીં બાઇક પર આવેલા ત્રણ બદમાશોએ તેના પર અંધાધૂંધ ગોળીબાર કર્યેા હતો. સાત ગોળી વાગતા મોહિતનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જિમ ટ્રેનરની હત્યાનું કારણ વેરભાવ હોઈ શકે છે. મામલાની તપાસ કરી રહેલી પોલીસની ટીમે મોહિતના પરિવારની પણ પૂછપરછ કરી છે. મોહિતનો કોલ રેકોર્ડ પણ તપાસવામાં આવી રહ્યો છે

Comments

comments

VOTING POLL