‘ટીક ટોક’ ઉપર અલીગઢી તાળાં લગાવતું ગૂગલ: એપને પ્લેસ્ટોર પરથી હટાવાઈ

April 17, 2019 at 10:27 am


સુપ્રીમ કોર્ટ દ્રારા મદ્રાસ હાઈકોર્ટના પોપ્યુલર વીડિયો મેકિંગ એપ ‘ટીક ટોપ’ ઉપર પ્રતિબધં લગાવવાના આદેશ પર રોકના ઈનકાર બાદ ગૂગલ અને એપલે પોતપોતાના પ્લેટફોર્મ પરથી આ એપ્લીકેશનને હટાવી નાખી છે. મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ સરકારે ગૂગલ અને એપલને આ એપ્લીકેશન હટાવવા માટે આદેશ આપ્યો હતો.

ત્રણ એપ્રિલે પોતાના આદેશમાં મદ્રાસ હાઈકોર્ટે ટીક ટોક દ્રારા અશ્ર્લીલ સામગ્રી પીરસાઈ રહી હોવાની વાત પર ચિંતા વ્યકત કરતાં સરકારને તેના ઉપર પ્રતિબધં લગાવવા કહ્યું હતું. આ પહેલાં ટીકટોકે મદ્રાસ હાઈકોર્ટના પ્રતિબધં સાથે જોડાયેલા આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જેને ફગાવી દેવામાં આવી છે. મદ્રાસ હાઈકોર્ટ તરફથી ચુકાદો આપતાં કહેવાયું હતું કે આ એપ્લીકેશન બાળકો ઉપર ખરાબ અસર કરે છે અને પોર્નેાગ્રાફીને પ્રોત્સાહન આપી રહી છે અને યુઝર્સને યૌન હિંસક બનાવી રહી છે.

અશ્ર્િલલ કન્ટેન્ટ એપ્લીકેશન ઉપર શેયર કરવાનો આરોપ લગાવતાં આ એપ વિરુદ્ધ એક જનહિત અરજી પણ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો મિનિસ્ટ્રી ઓફ ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલાજીનો ઓર્ડર આ એપને વધુ ડાઉનલોડ કરવામાં મદદરૂપ થશે. જો કે જે લાકોએ પહેલાંથી જ ટીકટોક એપને ડાઉનલોડ કરી રાખી છે તેઓ બિન્દાસ્ત રીતે તેનો ઉપયોગ કરી શકશે.

સુચના અને પ્રસારણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે સરકારને ટીપટોપ એપ્લીકેશનના ડાઉનલોડ કરવા પર રોક લગાવવા કહ્યું છે. મિનિસ્ટ્રી, ગૂગલ અને એપલ પાતાના એપ સ્ટોર પરથી એપને ડિલિટ કરી દીધું છે. સરકાર તરફથી પત્ર લખીને આ એપ્લીકેશન દૂર કરવા માટે આદેશ અપાયો હતો. ગૂગલે તુરતં એકશન લેતાં આ એપને પ્લેસ્ટોર પરથી હટાવી દીધી તો એપલ એપ સ્ટોરે પણ તેને હટાવી લીધી છે.

Comments

comments

VOTING POLL