ટીડીએસ માટે હવે ભાડુઆતનું પણ પાનકાર્ડ આપવું પડશે

April 6, 2019 at 10:47 am


આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ ૨૦૧૯–૨૦ માટે ફેરફારો સાથે આવકવેરા રિટર્ન (આઈટીઆર) ફોર્મ જાહેર કરી દીધા છે. નવા ફેરફાર હેઠળ ટીડીએસ છૂટ માટે ભાડુઆતના પાનકાર્ડની જાણકારી પણ આપવી પડશે. સાથોસાથ ભારતમાં રહેવાની સમયમર્યાદા અને નોન લિસ્ટેડ શેરની માહિતી પણ ફોર્મમાં ભરવી પડશે.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) અનુસાર જે વ્યકિત આઈટીઆર–૨ ભરે છે અને રહેણાક સંપત્તિ આવકથી પ્રા કરે છે તો તેમણે ભાડુઆતની માહિતી, તેનું પાન અથવા ટૈન (કરકાપ અથવા સેવિંગ એકાઉન્ટ નંબર) અંગે જાણકારી આપવી પડશે. જે લોકો ફાળો આપે છે અને કરછૂટનો દાવો કરે છે તેમણે ફાળો પ્રા કરનારા લોકોના નામ, સરનામું તથા પાનકાર્ડની માહિતી આપવાની રહેશે. જે કરદાતાઓની કૃષિ આવક છે અને આઈટીઆર–૨ ભરે છે તો તેમણે પણ વિસ્તૃત માહિતી આપવી પડશે. તેમાં જમીનનો માપ, જિલ્લાના નામ સાથે પિનકોડ પણ જણાવવો પડશે યાં જમીન આવેલી છે.
સાથોસાથ એવું પણ જણાવવું પડશે કે આ જમીન તેની છે કે ભાડાના પટ્ટાની. શું આ સિંચિત છે અથવા પચી વર્ષા આધારિત ક્ષેત્ર છે. બીજી બાજુ કંપનીઓના ડાયરેકટરો, નોન લિસ્ટેડ કંપનીઓના રોકાણકારો માટે સહજ અને સુગમ ફોર્મમાં રિટર્ન ભરવા પર રોક લગાવી દીધી છે

Comments

comments