ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટઃ સચિન તેંડુલકર

February 4, 2019 at 10:48 am


સચિન તેંડુલકર ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શનથી ઘણો જ ખુશ છે અને તેનું કહેવું છે કે ભારતીય ટીમ વિશ્વના કોઈ પણ ખૂણે અને કોઈ પણ પિચ પર હરીફ ટીમને હંફાવવા માટે સક્ષમ છે. નાેંધનીય છે કે વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમે વિદેશી ધરતી પણ ત્રણ દ્વિપક્ષીય વન-ડે શ્રેણી જીતી છે. જેમાં સાઉથ આqફ્રકામાં 5-1, આેસ્ટ્રેલિયા સામે 2-1 અને ન્યૂઝીલેન્ડ સામે 4-1થી શ્રેણી જીતી છે..

સચિને જણાવ્યું છે કે હું રેકોર્ડ જોયા બાદ કહી રહ્યાે છું કે વર્તમાન ટીમ એકદમ સંતુલિત છે અને આ ટીમ વિશ્વના કોઈ પણ ખૂણે અને કોઈ પણ પિચ પર પડકારજનક પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. જો આપણે તકની વાત કરીએ તો મને તે કહેવામાં સહેજ પણ ખચકાટ થતો નથી કે આપણે દાવેદાર છીએ.

વર્લ્ડ કપની યજમાન Iગ્લેન્ડની ટીમનો વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ બે ટેસ્ટમાં ધબડકો થયો છે પરંતુ વન-ડેમાં ટીમ ઘણી મજબૂત છે તેમ સચિનનું માનવું છે. વર્લ્ડ કપ અંગે તેણે કહ્યું હતું કે મારા મતે Iગ્લેન્ડ પડકારજનક હરીફ રહેશે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડની ટીમ પણ ડાર્ક હોર્સ સાબિત થઈ શકે છે. ભારત સામે ન્યૂઝીલેન્ડનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે પરંતુ એક ટીમ તરીકે તે ઘણી મજબૂત છે.આેસ્ટ્રેલિયા અંગે બોલતા સચિને જણાવ્યું છે કે આેસ્ટ્રેલિયન ટીમને ક્યારેય હળવાશથી લઈ શકાય નહી. સ્ટિવ િસ્મથ અને ડેવિડ વોર્નર ટીમમાં હશે આ ઉપરાંત વન-ડેમાં તેમના બોલર્સ પણ ઘણા મજબૂત છે. તેથી આેસ્ટ્રેલિયન ટીમ પણ પડકારજનક બની શકે છે.

રમતમાં મહિલા અંગે બોલતા તેણે કહ્યું હતું કે રમત મહિલા સશિક્તકરણ માટે મહત્વનું સાધન છે. તેણે હિમા દાસ, દુતી ચંદ અને સ્વપના બર્મને એશિયન ગેમ્સમાં કરેલા પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી. આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોઈએ છીએ કે મહિલાઆેએ આપણા દેશને સ્પોટ્ર્સમાં ઘણી સફળતા અપાવી છે. હું જોઈ રહ્યાે છું કે માતા-પિતાના વિચારો પણ હવે બદલાઈ રહ્યા છે. હવે ફક્ત લોકો ડોક્ટર, વકીલ કે એન્જિનિયર બનવાની જ વાતો નથી કરતા પરંતુ રમતોમાં પણ રસ લઈ રહ્યા છે. ભારત માટે આ ઘણી સારી વાત છે.

Comments

comments

VOTING POLL