ટીમ ઈન્ડિયા માટે અનલકી છે આ મેદાન, પાંચમી મેચ જીતી શકશે?

February 12, 2018 at 2:15 pm


ચોથી વનડે મેચમાં પાંચ વિકેટથી હાર્યા પછી ટીમ ઈન્ડિયા આગામી મેચ માટે પોર્ટ એલિઝાબેથ પહોંચી ગઈ છે. ભારતીય ટીમ 6 મેચની સીરિઝમાં 3-1થી આગળ છે. પાંચમી વનડે 13 ફેબ્રુઆરીના રોજ પોર્ટ એલિઝાબેથના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે.આ મેદાન પર ટીમ ઈન્ડિયાની નજર સીરિઝ જીતવા પર હશે, પરંતુ આ મેદાન ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી અનલકી રહ્યું છે. ટીમ ઈન્ડિયા 25 વર્ષમાં આ મેદાન પર એક પણ મેચ નથી જીતી શકી. કીનિયા જેવી ટીમ સામે પણ ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો.ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ મેદાન પર અત્યાર સુધી ચાર મેચ રમાઈ છે. ચાર મેચમાં દક્ષિણ આફ્રિકાની જીત થઈ છે. આ સિવાય વર્ષ 2001માં કીનિયા વિરુદ્ધ આ જ મેદાન પર ટીમ ઈન્ડિયાએ 70 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.આ રેકોર્ડને ધ્યાનમાં રાખીને કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ મેદાન પર જીતવા માટે કોઈ આકરી મહેનત કરવી પડશે અને નવી ફોર્મ્યુલા પર વિચાર કરવો પડશે.ટીમ ઈન્ડિયાએ 9 ડિસેમ્બર, 1992ના રોજ આ મેદાન પર પહેલી મેચ રમી હતી. આ મેચમાં ટીમ 6 વિકેટથી હારી ગઈ હતી. 7 વર્ષ પહેલા 2011માં અંતિમ મેચ રમી હતી, જેમાં ટીમ 48 રનથી હારી ગઈ હતી. હવે આવતીકાલની મેચમાં ટીમ ઈન્ડિયા મેચ જીતીને વર્ષોનો રેકોર્ડ તોડે તેવી આશા છે.

Comments

comments

VOTING POLL