ટીસીએસનું માર્કેટ–કેપ રૂા.૮ લાખ કરોડને પાર

April 17, 2019 at 10:32 am


ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)નો શેર મંગળવારે સતત બીજા દિવસે એક ટકા વધ્યો હતો અને કં૫નીનું માર્કેટ–કેપ રૂા.૮ લાખ કરોડને વટાવી ગયું હતું. બીએસઈ પર શેર ૧.૯૬ ટકા વધીને રૂા.૨,૧૩૨.૪૫એ બધં થયો હતો. દિવસ દરમિયાન શેર બે ટકા વધીને રૂા.૨,૧૫૩.૮૦ની સપાટીએ પહોંચ્યો હતો. એનએસઈ પર શેર ૧.૧૨ ટકા વધીને રૂા.૨,૧૩૭એ બધં રહ્યો હતો. બીએસઈ પર ૨.૩૭ લાખ શેરો, યારે એનએસઈ પર ૫૭ લાખ શેરોનું વોલ્યુમ નોંધાયું હતું. સોમવારે માર્ચ ૨૦૧૯ કવાર્ટરમાં ચોખ્ખા નફામાં ૧૮ ટકાના વધારાને પગલે શેર પાંચ ટકા વધીને બધં આવ્યો હતો. બે દિવસમાં આ શેર ૫.૫૬ ટકા વધતાં કંપનીના માર્કેટ–કેપમાં રૂા.૪૪,૫૪૧.૨૮ કરોડનો ઉમેરો થયો હતો

Comments

comments

VOTING POLL