ટુ–વ્હીલર, કારના થર્ડ પાર્ટી પ્રિમિયમમાં તોળાતો વધારો

May 21, 2019 at 10:44 am


વીમા ક્ષેત્રના નિયમનકાર ઈરડાએ ચાલુ વર્ષ માટે કાર્સ અને ટૂ વ્હીલર વાહનના થર્ડ પાર્ટી પ્રીમિયમમાં મોટી આવકની આશા દર્શાવી છે. ઈરડાએ વર્ષ ૨૦૧૯–૨૦ માટે ત્રીજા પક્ષ (ટીપી)ના કાર વીમા પ્રીમિયમનો ભાવ વધારવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જે અનુસાર ૧૦૦૦ સીસીથી ઓછી ક્ષમતા ધરાવતી કારનું થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ પ્રીમિયમ હાલનું ૧૮૫૦ પિયાથી વધારીને ૨,૧૨૦ પિયા કરવું જોઈએ. આ જ પ્રકારે ૧,૦૦૦ સીસી અને ૧,૫૦૦ સીસીની વચ્ચે આવતી કાર્સના પ્રીમિયમને હાલના ૨,૮૬૩ પિયાથી વધારીને ૩,૩૦૦ પિયા કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
જોકે, ૧૫૦૦ સીસીના એન્જિનથી વધારે ક્ષમતા ધરાવતી લકઝરી કાર્સના મામલે તેમાં કોઈ જ રીતના બદલાવનો પ્રસ્તાવ કરવામાં નથી આવ્યો. હાલ તેને ૭,૮૯૦ પર જ રાખવામાં આવ્યો છે. સામાન્ય રીતે થર્ડ પાર્ટીનું પ્રીમિયમ ભાવ ૧ એપ્રીલથી સંશોધિત કરવામાં આવે છે પરંતુ આ વખતે કંપનીએ હવેનો આદેશ જાહેર થયા સુધી જૂના ભાવમાં જ રાખવાનો નિર્ણય કર્યેા હતો. હવે નિયામકે થર્ડ પાર્ટીના પ્રીમિયમના મામલે નવા ભાવનો પ્રસ્તાવ રાખ્યો છે.
નિયામક હવે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન ત્રીજા પક્ષ માટે નવા પ્રીમિયમ ભાવના ડ્રાટ સાથે આગળ વધ્યું છે. નવા ભાવ પર ૨૯ મે સુધી સંબંધિત પક્ષ પાસેથી ટીપ્પણીઓ મગાવી છે. ૭૫ સીસીથી ઓછી ક્ષમતા ધરાવતા ટૂ વ્હીલર વાહનો માટે થર્ડ પાર્ટી પ્રીમિયમ ૪૨૭ પિયાથી વધીને ૪૮૨ પિયા કરવાનો પ્રસ્તાવ છે. જોકે, ૩૫૦ સીસીથી વધારાની સુપરબાઈકના મામલે કોઈ જ રીતનો ફેરફાર કરવામાં નથી આવ્યો.
આ સાથે જ નવી કાર્સના મામલે ત્રણ વર્ષનું પ્રીમિયમ ભાવ અને નવી ટૂ વ્હીલર માટે પાંચ વર્ષના પ્રીમિયમ ભાવનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. વીમા નિયમને પર્સનલ વપરાશની ઈલેકટ્રીક કાર્સ અને ટૂ વ્હીલર કારના મામલે થર્ડ પાર્ટી મોટર ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં ૧૫ ટકા રાહતનો પ્રસ્તાવ રાખ્યો છે. ટેકસી, બસ અને ટ્રક મામલે ભાવ વધારાનો પ્રસ્તાવ છે. ટ્રેકટર મામલે પણ પ્રીમિયમ વધી શકે છે

Comments

comments

VOTING POLL