ટેક્સ રિટનૅ દાખલ કરવા માટે આધાર-પાન લિન્ક ફરજિયાત

February 6, 2019 at 8:15 pm


સુપ્રીમ કોટેૅ આજે મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું હતું કે, ઇન્કમ ટેક્સ રિટનૅ દાખલ કરતી વેળા આધાર-પાન લિંકિંગ ફરજિયાત રહેશે. સુપ્રીમ કોટેૅ કહ્યું છે કે, આધાર સાથે પાનને લિંક કરવાની બાબત ઇન્કમ ટેક્સ દાખલ કરતી વેળા ફરજિયાત રહેશે. જસ્ટિસ એકે સિકરી અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની બનેલી બેંચે કહ્યું હતું કે, સુપ્રીમ કોટેૅ પહેલાથી જ આ મામલે નિર્ણય કયોૅ હતાે અને હવે ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 139 એએને જાળવી રાખવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુપ્રીમ કોટેૅ આ ચુકાદો આÃયો હતાે. દિલ્હી હાઈકોટેૅ બે લોકો સામે આધાર અને પાન નંબર લિંક કર્યા વગર 2018-19 માટે ઇન્કમ ટેક્સ રિટનૅ દાખલ કરવાને મંજુરી આપ હતી. શ્રેયા સેન અને જયશ્રી સતપુતે દ્વારા દાખલ કરવામાં આવેલા રિટનૅને મંજુરી આપવામાં આવી હતી. આ લોકોએ આધાર અને પાન નંબર લિંક કર્યા વગર ઇન્કમ ટેક્સ રિટનૅ દાખલ કર્યા હતા. હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને લઇને કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં કોટેૅ તમામ પાસાઆેને વિચાર્યા હતા. કોટેૅ ઇન્કમ ટેક્સ રિટનૅ દાખલ કરનાર લોકોને રાહત આપી હતી પરંતુ હવે સુપ્રીમ કોટેૅ કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર ચુકાદો આપતા કહ્યું છે કે, ઇન્કમ ટેક્સ રિટનૅ દાખલ કરતી વેળા આધાર-પાન નંબર લિંક કરવાની બાબત ફરજિયાત રહેશે. આધાર સાથે પાનને જોડવાની બાબત ફરજિયાત છે. સુપ્રીમ કોટેૅ કહ્યું છે કે, મુલ્યાંકન વર્ષ 2018-19ના સંદર્ભમાં એવી માહિતી મળી છે કે, હાઈકોર્ટના આદેશના અનુસંધાનમાં આ બે લોકોએ ઇન્કમ ટેક્સ રિટનૅ દાખલ કર્યા હતા. મૂલ્યાંકનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી પરંતુ હવે આધાર અને પાન નંબરને લિંક કરવાની બાબત ફરજિયાત છે. પાંચ જજની બેંચે કહ્યું હતું કે, આધાર આઈટી રિટનૅ દાખલ કરવા માટે ફરજિયાત રહેશે. સાથે સાથે પાનની ફાળવણી પણ બેંક ખાતામાં આધાર નંબર લિંક કરવા માટે ફરજિયાત રહેશે નહીં.

Comments

comments

VOTING POLL