ટેલીવુડની આ એકટ્રેસને ગ્લેમર વર્ડમાં જવા માટે છોડવું પડ્યું ઘર…

October 9, 2019 at 10:26 am


ટેલીવિઝનની ફેમસ સીરીયલ ‘કુંડળી ભાગ્ય’ લોકની પ્રિય સીરીયલ છે. એમાં પણ ‘કુંડળી ભાગ્ય’ ફૅમ અંજુમ ફકીહ આજે ઘેર-ઘેર જાણીતી થઇ ગઈ છે. અંજુમની પર્સનલ લાઈફ વિશે જણાવીએ તો અંજુમ ટીનેજર થઈ ત્યાં સુધી તેના ઘરમાં ટીવી જ નહોતું. તેનો મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં ઉછેર થયો છે. મીડિયા સાથેની વાતચીતમાં અંજુમે પોતાના સંઘર્ષ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, તેનો પરિવાર ઘણો જ સ્ટ્રિક્ટ અને રૂઢિવાદી હતો. પહેલા તો તેના ઘરમાં ટીવી જોવાની પણ મનાઈ હતી. તેમજ જયારે તેઓએ ટીવીની ખરીદી કરી તો તેના દાદા તેમના ઘરે બે વર્ષ સુધી આવ્યા નહોતાં. વધુમાં અંજુમે જણાવ્યું હતું કે, તેના પિતા ઈચ્છતા હતાં કે તેમના સંતાનો સારું શિક્ષણ મેળવે. પણ જ્યારે તેણે માતા-પિતાને મોડલિંગમાં કરિયર બનાવવાની વાત કરી તો તેઓ ઘણાં જ ગુસ્સે થઈ ગયા હતાં અને ઘરમાં આ વાતથી ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. તેમણે તેને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે જો તેણે આ ફિલ્ડમાં જવું હોય તો તે ઘર છોડવાની શરતે જઈ શકે છે. માતા-પિતાની આ વાત સાંભળ્યા બાદ તેણે બુરખો કાઢી નાખ્યો અને પોતાની બેગ ભરીને ઘર છોડી દીધું હતું.

Comments

comments