ટેલેન્ટનું બીજું નામ જૅકી!

February 1, 2018 at 4:44 pm


બાૅલીવૂડ અભિનેત્રી જૅક્વેલીન ફનાર્ન્ડિઝ તેની આગામી ફિલ્મ ‘રેસ થ્રી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે અગાઉ તેના ચાહકોને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે તે પાૅલ ડાન્સની તાલીમ લઇ રહી છે. જીહા, જૅકી ફિલ્મમાં પાૅલ ડાન્સ કરતી જોવા મળશે. તાજેતરમાં જ પાૅલ ડાન્સના શૂટિંગને ખતમ કરવામાં આવ્યું છે. ફિલ્મકાર અને દિગ્દર્શક રૅમો ડિ’સોઝા તો જૅકીના પાૅલ ડાન્સના વખાણ કરતાં થાકતો નથી. તે કહે છે કે ‘જૅક્વેલીન ખૂબ જ મહેનતું છોકરી છે. તેને જે પણ કામ આપવામાં આવે છે તે પૂરી નિષ્ઠા અને મહેનતથી પરફેક્શન સાથે કરે છે. હાલમાં જ તેના પાૅલ ડાન્સનું શૂટિંગ અમે કર્યું .

તેણે તો સેટ પર હાજર રહેલા આખા યુનિટને તેની ગજબની કળાના દર્શન કરાવ્યા અને અમે તો સ્તબ્ધ થઇ ગયાં. તેની અદ્ભુત ડાિન્સંગ કળાથી હું ખૂબ પ્રભાવિત થઇ ગયો!’ આ વર્ષની ઇદ પર રિલીઝ થનારી મિલ્ટસ્ટારર ‘રેસ થ્રી’માં સલમાન ખાન, અનિલ કપૂર, ડેઇઝી શાહ જેવા કલાકારો જોવા મળશે.

Comments

comments

VOTING POLL