ટેસ્ટ રેિન્કંગમાં વિરાટ કોહલી નંબર વન બેટ્સમેન, સ્ટીવ સ્મિથથી 8 પોઈન્ટ વધુ

August 23, 2018 at 4:30 pm


ભારતીય qક્રકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ટોપ બેટ્સમેનના ટેસ્ટ રેિન્કંગમાં પહેલા નંબરે પહાેંચી ગયો છે. કોહલીએ આેસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મીથને પાછળ છોડéાે છે. કોહલી 937 પોઈન્ટ સાથે નંબર વન પર પહાેંચી ગયો છે. િસ્મથના તેનાથી 8 પોઈન્ટ આેછા છે. ભારતીય કેપ્ટનને Iગ્લેન્ડ વિરુÙ ત્રીજા ટેસ્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. કોહલીએ નોટિંગહામ ટેસ્ટની બંને ઈનિંગમાં કુલ 200 (93 અને 107) રન બનાવ્યાં હતા.

એજબેસ્ટનમાં થયેલી પ્રથમ ટેસ્ટની બંને ઈનિંગમાં 200 રન બનાવનાર કોહલી ત્યારે પહેલા સ્થાને હતો. પરંતુ લોડ્ર્સમાં રમાયેલી બીજી ટેસ્ટની બંને ઈનિંગમાં ખરાબ પ્રદર્શનના કારણે તેનો રેિન્કંગ નીચે ઉતરીને બીજા નંબરે પહાેંચી ગયો હતો.

ભારતીય કેપ્ટને અત્યારસુધીમાં 200 રન બનાવીને ટીમને 7 મેચ જીતાડી છે. તેને આ મામલે આેસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેન અને રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધાં છે. બ્રેડમેન અને પોન્ટિંગે 6 વખત આવું કર્યું છે. ભારતીય કેપ્ટનમાં કોહલી ઉપરાંત માત્ર મહેન્દ્ર સિંહ ધોની પણ એક વખત મેચમાં 200 રન બનાવીને જીત અપાવી હતી. તેને 2013માં આેસ્ટ્રેલિયા વિરુÙ 224 રન બનાવ્યાં હતા. સાથે જ કોહલીએ 10મી વખત કેપ્ટન તરીકે 200થી વધુ રન એક ટેસ્ટમાં બનાવ્યાં હતા.

Comments

comments

VOTING POLL