ટોળાંની હિંસા ભાજપને અિસ્વકાર્ય, અનામત ચાલુ જ રહેશેઃ વડાપ્રધાનની ખાતરી

August 12, 2018 at 11:59 am


સંસદમાં ચોમાસું સત્ર દરમ્યાન કાેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં પોતાની વાત મૂકતા અચાનક પીએમ મોદીને
ભેટી પડéા હતા. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઆેએ આકરી પ્રતિqક્રયા આપી હતી. જો કે આ ઘટના પર પીએમ મોદીએ કંઇ જ
કહ્યું નહોતું. પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલના ગળે મળવાની ઘટના પર મૌન તોડéું છે. એક ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ
રાહુલના ગળે મળવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે અને તેને બાળકોવાળી હરકત ગણાવી છે.
સંસદના ચોમાસું સત્ર દરમ્યાન રાહુલ ગાંધીના ગળે મળવાની ઘટના પર પીએમ મોદીએ કહ્યું છે કે એ તમારે નક્કી કરવાનું છે કે આ એક
નાના બાળક જેવી હરકત હતી કે નહી અને જો તમે નિર્ણય લેવામાં અસમર્થ છો, તો તમે તેમની વિંક એટલે કે આંખ મારવાની હરકત
જુઆે, તમને જવાબ મળી જશે.
પીએમ મોદીએ આગળ કહ્યું કે હું એક વિનમ્ર કામદાર છું. હું આ દેશના નામદારોની તુલનામાં કંઇ જ નથી, જેમની પાસે પોતાની જ
અનોખી શૈલી છે. તે નક્કી કરે છે કે કોને નફરત કરવાની છે, કયારે કરવાની છે અને કોને પ્રેમ કરવાનો છે અને તેનો કેવો દેખાડો કરવાનો
છે. આ બધામાં મારા જેવા કામદાર શું કહી શકે છેં
ઉલ્લેખનીય છે કે ચોમાસું સત્ર 2018 દરમ્યાન રાહુલ ગાંધી અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં પોતાનું ભાષણ આપી રહ્યાં હતા. પરંતુ જ્યારે
ભાષણ પૂરું થવાનું હતું ત્યારે અચાનક પીએમ મોદીની ખુરશી પાસે ગયા અને તેમને ગળે લાગ્યા હતા. આ દરમ્યાન તેમણે કહ્યું હતું કે તમે
મને ગાળો આપો, મને પપ્પાે કહી દો, ગુસ્સા અને ધૃણા કરો., પરંતુ હું તમને નફરત કરીશ નહી. હું કાેંગ્રેસ છું અને હું તમારી અંદરની
નફરત અને ધૃણાને ફેંકી દઇશ.

Comments

comments

VOTING POLL