ટોળાંની હિંસા રોકવા બિનજામીનલાયક ગુનો બનશે

August 20, 2018 at 11:07 am


દેશભરમાં ફેલાયેલા ટોળા વારા હિંસા-હત્યા (મોબ લોન્ચિંગ)ના બનાવોને અટકાવવા સજાની નવી જોગવાઈઆે અને સૂચનો કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા રચાયેલી પેનલે પોતાની ભલામણો કરી દીધી છે.

ગૃહ મંત્રાલયની આ પેનલ દ્વારા એવી ભલામણો થઈ છે કે, આઈપીસી અને સીઆરપીસીમાં સુધારા કરી પોલીસને વધુ સત્તા આપો, આવા કેસોની ફાસ્ટ ટ્રાયલ ચલાવો, આવા ગુનાને બિનજામીનલાયક બનાવો.

મહત્વની વાત એ છે કે, મોબલોન્ચિંગનો ભોગ બનનારાઆેને રાહત આપવા રિલીફ ફંડ બનાવવાની ભલામણ પેનલ દ્વારા કરાઈ છે.

હવે આ ભલામણોનો અહેવાલ ગૃહ સચિવ રાજીવ ગૌબાના નેતૃત્વ હેઠળની કમીટીને સુપરત થશે. ભલામણો કરવા માટેની આ પેનલની રચના ગૃહ મંત્રાલયે સુપ્રીમ કોર્ટના આદેશથી કરી હતી.

આ કમિટી અહેવાલનો અભ્યાસ કરીને તેને મંત્રીઆેના જૂથ સમક્ષ મોકલી દેશે. ત્યારબાદ તબક્કાવાર આ ભલામણોની મંજૂરી માટેની કાર્યવાહી શરૂ થશે.

ગૃહમંત્રી રાજનાથસિંઘ હવે પછી અંતિમ તબક્કામાં સિનિયર મંત્રીઆે સાથે મસલતો કરશે અને છેલ્લે વડાપ્રધાનની મંજૂરી માટે આ અહેવાલ રજૂ થશે.

દેશમાં ટોળા દ્વારા થતી હિંસા-હત્યા ખતરનાક પરંપરા છે તેવી આલોચના સુપ્રીમ કોર્ટે કર્યા બાદ કેન્દ્ર સરકારને આ વાત ગંભીર લાગી છે.

કડક કાયદા થઈ ગયા બાદ દેશભરમાં થઈ રહેલી ટોળા દ્વારા હત્યાની ઘટનાઆે અટકશે તો ભારતમાં અશાંતિ દૂર થશે તેમ સુપ્રીમ કોર્ટ માને છે.

કેન્દ્ર સરકારે જે પેનલ બનાવી છે તેમાં સિનિયર સચિવોનો સમાવેશ કર્યો છે અને આ પેનલના રિપોર્ટ બાદ નવી આશા જન્મી છે.

Comments

comments

VOTING POLL