ટોળાં દ્વારા થતી હિંસા રોકો

July 19, 2018 at 10:12 am


દેશમાં ગૌરક્ષા અને બાળકો ચોરવાના આરોપસર અલગ અલગ રાજ્યોમાં ટોળાં દ્વારા થતી હત્યાઆે સામે સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવતાં જણાવ્યું હતું કે, ટોળાં દ્વારા આચરાતાં ક્રૂર કૃત્યોને સાંખી શકાય નહી, ટોળાં દ્વારા કરાતી હત્યાઆેને નવો ચીલો બનવા દઈ શકાય નહી. દેશમાં ટોળાશાહીને હાવી થવાની પરવાનગી આપી શકાય નહી. કાયદો અને વ્યવસ્થાની જાળવણી સરકારની જવાબદારી છે. દેશમાં જાતે બની બેઠેલા ગૌરક્ષકો અને બાળકો ચોરવાના આરોપસર ટોળાં દ્વારા આચરાતી હિંસાને કાબૂમાં લેવા અને અપરાધીઆેને સજા આપવા સંસદ નવો કાયદો ઘડે.

અગાઉ લોકસભામાં ટોળાં દ્વારા હિંસાના મુદ્દે ચર્ચામાં કાેંગ્રેસ નેતા મિંકાજુર્ન ખડગેએ કહ્યું હતું કે દેશને લિિન્ચંસ્તાન બનતા રોકવો જોઈએ. આમ જોવા જઈએ તો છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં ટોળાં દ્વારા કરાતી હિંસાનાં કેસમાં જબરજસ્ત વધારો થયો છે. એક વિશ્લેષણ મુજબ વર્ષ 2010થી 2017 વચ્ચે ગૌવંશ સાથે સંલગ્ન કિસ્સામાં હિંસાનાં 51 ટકા કિસ્સામાં મુિસ્લમોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આવા 63 ટકા કેસમાં 28 લોકોનાં મોત થયા હતા. 25 જૂન 2017 સુધીનાં આંકડાઆે મુજબ જીવ ગુમાવનારાઆેમાં 86 ટકા મુિસ્લમો હતા.

2017નાં પહેલાં 6 મહિનામાં ગૌહત્યા સાથે સંલગ્ન 20 હુમલા કરાયા હતા જે 2016નાં આંકડાઆેથી 75 ટકા વધારે છે. આમાંથી 23 કિસ્સામાં ટોળાં દ્વારા હુમલો કરાયો હતો. જેમાં હિંદુત્વવાદી સંગઠનોના કાર્યકરો જોડાયેલા હતા. ભારતીય દંડ સંહિતામાં ટોળાં દ્વારા મારપીટ કરીને કોઈની હત્યા કરવાના કિસ્સામાં કોઈ સ્પષ્ટ કાયદો નથી. આથી આવા કેસોમાં યોગ્ય રીતે ન્યાય તોળી શકાતો નથી. qક્રમિનલ પ્રાેસિજર કોડ(સીઆરપીસી)ની કલમ 223(એ) મુજબ જો હત્યામાં લોકોનો સમૂહ કે ટોળાં દ્વારા હિંસા કરવામાં આવી હોય તો તેને હાજર રહેવા આદેશ અપાય છે.હવે સુપ્રીમે જયારે કડક વલણ અપનાવ્યું છે ત્યારે જોવાનું રહે છે કે, કેન્દ્ર સરકાર આ દિશામાં ગંભીર બને છે કે નહિ,

Comments

comments

VOTING POLL