ટ્રકોના ભાડામાં 3થી 4 ટકાનો ઘટાડોઃ રાહત

November 7, 2019 at 11:38 am


Spread the love

તહેવારોની સિઝન પૂરી થયા બાદ ટ્રક ઉદ્યાેગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે અને ટ્રકના પરિવહન દરમાં 3 થી 4 ટકાનો ઘટાડો થઈ ગયો છે.
ઇન્ડિયન ફાઉન્ડેશન આેફ ટ્રાન્સપોર્ટ ના ડેટા પરથી કેટલી હકીકતો ખુલી છે જે મુજબ નવેમ્બર ના પ્રથમ સપ્તાહમાં ટ્રકોના તમામ રુટ પરના દરમાં 3 થી 4 ટકાનો ઘટાડો નાેંધાયો છે.

એ જ રીતે ટ્રકના વેચાણમાં પણ જબરો ઘટાડો થયો છે અને સમગ્ર ઉદ્યાેગ મંદીમાં સપડાઇ ગયો છે. પેલા ડ્રાઇવરોની અછત હતી અને ડીઝલનો ભાવ વધારો પણ ટ્રક પરિવહન માટે ભારે મરણતોલ બન્યાે હતો.
પરંતુ હવે તહેવારોની સિઝન પૂરી થયા બાદ ટ્રક પરિવહન ઉદ્યાેગ ભારે આર્થિક સંકટમાં મુકાયો છે અને ડ્રાઈવરો પણ નવરાધૂપ બેઠા છે . પરિવહનના દરમાં ઘટાડો થવા પાછળ મોટું કારણ એ પણ છે કે ડિમાન્ડ સતત ઘટી રહી છે. પરિવહન માં ઘટાડો થતાં ટ્રકના વેચાણ પર સીધી અસર પડી છે અને વેચાણમાં જબરો ઘટાડો નાેંધાયો છે. નિષ્ણાંતો એમ કહ્યું છે કે સમગ્ર વર્ષ દરમિયાન ટ્રકના વેચાણમાં ઘટાડો રહેશે અને તેમાં અત્યારે ઉછાળો આવવાની સંભાવના દેખાતી નથી.