ટ્રમ્પની બુધ્ધિ ભ્રષ્ટ થઈઃ કહ્યું ભારતે અફઘાનમાં ખતરનાક આઇએસ સામે લડવું જોઈએ

August 22, 2019 at 11:02 am


અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રોજ સવાર પડે છે નવું ગતકડું કરવા તૈયાર થઈ જાય છે હવે ફરી અમને નવું નાટક શરુ કર્યું છે અને એમ કહ્યું છે કે ભારતે અફઘાનિસ્તાનમાં ખતરનાક આતંકી જૂથ આઇએસ સામે લડવું જોઈએ.
ડોનાલ્ડ એમ કહ્યું છે કે ભારત અફઘાનિસ્તાન ની નજીક છે છતાં તેની સાથે લડતું નથી અને અમારે ત્યાં લડવું પડે છે. પત્રકારો સાથે વાતચીત કરતા ડોનાલ્ડે કહ્યું હતું કે પાકિસ્તાન પણ અફઘાન ની નજીક છે છતાં આઇએસ સામે તે જોઈએ તેવી આક્રમકતાથી લડતું નથી.
ડોનાલ્ડે એમ પણ કüુ કે રશિયા અફઘાનિસ્તાન ઇરાક અને પાકિસ્તાન બધાએ ભેગા મળીને અફઘાનિસ્તાનમાં આઇએસ સામે એક થઈને લડવું જોઈએ પરંતુ એવું થતું નથી અમેરિકાએ ત્યાં આવીને આઇએસ સામે લડવું પડે છે.

અફઘાનમાંથી દળોને પાછા ખેંચવાના મુદ્દે પુછાયેલા પ્રશ્નો ના જવાબ માં ડોનાલ્ડે ઉપર મુજબ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે અમેરિકા છેલ્લા લાંબા સમયથી આ લડાઈ લડી રહ્યું છે પરંતુ હવે બીજા વીસ વર્ષ સુધી ફાઇટ અમેરિકા કરી શકે એમ નથી બધા ભેગા મળીને અફઘાનમાં આઈએસનો સામનો કરવો જોઈએ અને ભારત તથા પાકિસ્તાને તો ખાસ તેની સામે લડવું જોઈએ કારણ કે એ લોકો અફઘાનિસ્તાનથી તØન નજીક છે.

Comments

comments