ટ્રમ્પ સાથેની મુલાકાત પહેલા ગાર્ડનમાં ફર્યા કિમ, લોકોએ લીધી સેલ્ફી

June 12, 2018 at 11:45 am


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની આજે સિંગાપુરમાં મુલાકાત થઇ હતી. આ ઐતિહાસિક મુલાકાત પહેલાની રાતે કિમ જોંગ ઉને ખાસ રીતે વિતાવી. કિમ સોમવારે રાતે લગભગ 9 કલાકે હોટલની બહાર નીકળીને સિંગાપુરના એક ગાર્ડનમાં ફર્યાં હતાં. આ દરમિયાન તેમના સહયોગીઓ અને અંગત અંકરક્ષકો ઉપસ્થિત હતાં. સિંગાપુરની સુરક્ષા વ્યવસ્થા પણ ત્યાં તૈનાત હતી.
કિમ જોંગ ઉન સૌથી પહેલા ગાર્ડન બાય ધે વે પહોંચ્યાં. આ વિસ્તાર સિંગાપુરનો એક ખુલ્લો વિસ્તાર છે. તે સમયે તેમની સાથે સિંગાપુરના વિદેશ મંત્રી વિવિયન બાલકૃષ્ણન અને સિંગાપુરના શિક્ષણ મંત્રી પણ હાજ રહ્યાં હતાં. આ દરમિયાન ત્યાં ફ્લાવર વોલ પાસે આ ત્રણેવ નેતાઓએ સેલ્ફી લીધી હતી.
આ ગાર્ડનની મુલાકાત દરમિયાન કિમ ઘણાં ખુશ દેખાતા હતાં. તેમણે ગાર્ડનમાં હાજર લોકોને જોઇને સ્મિત આપી હાથ પણ મીલાવ્યા હતાં.

Comments

comments

VOTING POLL