ટ્રાઇના નવા નિયમથી આઇફોન બંધ પડી જવાની ભીતિ

July 23, 2018 at 11:20 am


મોબાઈલ ફોન પર આવતા બોગસ મેસેજીસ રોકવાના ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા-ટ્રાઈના નવા નિયમને કારણે ભારતમાં લાખોની સંખ્યામાં આઈ ફોનના ડી-એક્ટિવેશનનું જોખમ વધી ગયું છે. ભારતમાં ટેલિકોમ નિયંત્રણ માટેની સંસ્થાએ આ સપ્તાહના પ્રારંભમાં ટેલિકમ કોમર્શિયલ કમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સીસ રેગ્યુલેશન,2018 નિયમની જાહેરાત કરી છે જેમાં ટ્રાઈ દ્વારા નિર્મિત ડીએનડી એપ ન હોય તેવા કોઈપણ ફોન ભારતમાં ચાલી શકશે નહીં. એટલે કે જેમાં આ એપ નહીં હોય તે ડીએક્ટીવેશનનો ભોગ બનશે. આ એપ કોઈપણ પ્રકારના ફાલતુ મેસેજીસને આવતાં રોકે છે અને કઈ કંપ્નીમાંથી તે આવ્યો છે તેની જાણકારી ટ્રાઈને મોકલાવે છે. છેલ્લા કેટલાક સમયથી એન્ડ્રોઈડમાં આ એપ્લીકેશન જોવા મળે છે પણ આઈફોનમાં તેને પરવાનગી આપવામાં આવી નથી. આઈફોને આ માટે પ્રાઈવસીનું કારણ આગળ ધર્યું છે. .
ટ્રાઈએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે એક્સેસ પ્રોવાઈડરે કોઈપણ કોમર્સિયલ મેસેજીસ અંગેની જાણકારી આપવાની રહેશે અને તેને બ્લોક કરવા પડશે. જે કોઈ ટેલિકોમ કંપ્ની આ બાબતનું ઉલ્લંઘન કરશે અથવા તો આ એપ પ્રોવાઈડ નહીં કરે તેને ટેલિકોમ નેટવર્કમાંથી બાકાત કરી દેવામાં આવશે. ટ્રાઈએ કહ્યું છે કે એક્સેસ પ્રોવાઈડરે કસ્ટમર પ્રેફરન્સ રજિસ્ટ્રેશન ફેસિલિટીની સ્થાપ્ના કરવાની રહેશે તેના માટે જે મોબાઈલ એપ વિકસાવવામાં આવેલી છે તેને બેસાડવી અનિવાર્ય છે. ટ્રાઈએ આ માટે ટેલિકોમ કંપ્નીઓને એપ બેસાડવા માટે છ મહિનાનો સમય આપ્યો છે. સાદા શબ્દોમાં કહીએ તો, ભારતમાં એપલ પાસે તેની ઓપરેટિંગ સિસ્ટમ-આઈઓએસમાં ટ્રાઈની ડીએનડી એપ્લીકેશન નાંખવા છ મહિના છે અથવા તો નેટવર્ક પ્રોવાઈડર તેની રેડિયો કનેક્ટિવિટી બ્લોક કરી દેશે. જોકે, એપલે ટ્રાઈના નવા નિયમનું પાલન કરવાની ના પાડી દીધી છે. આઈફોનમાં ડીએનડી એપ નાંખવા માટે એપલ રાજી નથી. છેલ્લાં બે વર્ષથી આ મામલે ટ્રાઈ અને એપલ વચ્ચે માથાઝીંક ચાલી રહી છે. એપલે કહ્યું છે કે તે તેના યુઝર્સની પ્રાઈવસીનો કોઈપણ પ્રકારનો ભંગ કરવાની વિરુધ્ધમાં છે. નવેમ્બર 2017માં, બંને પાર્ટીઓ એ બાબત પર સહમત થઈ હતી કે, અમેરિકન સ્માર્ટ ફોન કંપ્ની તેની ઓપરેટિંગ સિસ્ટમ માટે ભારત સરકારને એન્ટી સ્પામ મોબાઈલ એપ્લીકેશન વિકસિત કરવામાં મદદ કરશે. એપલે જોકે, હવે એવું કારણ આપ્યું છે કે તેની ઓપરેટિંગ સિસ્ટમ કોઈપણ સરકારી વિનંતીને સ્વીકાર કરી શકે તે સ્થિતિમાં નથી અને તેના ડીએનડી એપ્નો ડેટા પણ સમાવી શકાશે નહીં. સ્થિતિ એવી થઈ છે કે જો ટ્રાઈ અને એપલ વચ્ચે આ મામલે વચલો રસ્તો નહીં નીકળે તો ભારતમાં આઈઓફન યુઝર્સને સમસ્યાનો સામનો કરવાનો આવશે..

Comments

comments

VOTING POLL