ટ્રાઈના આદેશ છતાં ડીટીએચના ગ્રાહકોને ટીવી જોવું મોંઘુ પડે છે

May 17, 2019 at 10:40 am


ડીટીએચ સેવા માટે ટ્રાઇએ ટેરિફને લગતા નિર્દેશ આપ્યા હોવા છતાં જે ગ્રાહકોએ પહેલેથી લાંબા ગાળાના પેક ખરીદ્યાં હતાં તેમને છેતરાયાની લાગણી થાય છે. ત્રિમાસીક, છ માસિક કે વાર્ષિક પેકેજ ખરીદનારા ગ્રાહકોને ટેરિફના ફેરફારનો લાભ થયો નથી. ટ્રાઇએ ફેબ્રુઆરીમાં નવા ટેરિફ લાગુ કયર્િ હતાં.

ઘણા ગ્રાહકો માનતા હતાં કે તેમની હાલની ટર્મ પુરી થાય ત્યાં સુધી તેમણે તેમની ફેવરિટ ટીવી ચેનલ માટે વધારાની રકમ નહીં ચુકવવી પડે. પરંતુ હવે તેઓ ફસાઇ ગયા છે. કારણ કે જે ગ્રાહકોએ પોતાની ચેનલ્સ સિલેકટ કરીને આપી ન હતી તેમના કોન્ટ્રાકટ ડીટીએચ ઓપરેટર્સે રદ કરી નાખ્યા છે.
ટ્રાઇના સ્ત્રોતે જણાવ્યું કે ઘણા ડીટીએચ ઓપરેટર્સ સામે હજારો ગ્રાહકોની ફરિયાદો આવી છે. તેમાં ટાટા સ્કાય, સન ડાયરેકટ અને ઇન્ડિપેન્ડન્ટ ટીવી (અગાઉની રિલાયન્સ ડિજિટલ) સામેલ છે. ટ્રાઇએ પહેલી મેના રોજ ડીટીએચ ઓપરેટર્સને સૂચના આપી હતી કે ગ્રાહકે પોતાની રીતે ચેનલો પસંદ કરી ન હોય તો લોંગ ડયુરેશન પેકને જાળવવામાં આવે. જોકે, બુધવારે ટાટા સ્ટાઇ ટ્રાઇના આ ઓર્ડર સામે દિલ્હી હાઇકોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઇ આવી છે.

એક ડીટીએચ કંપ્નીના સિનિયર એક્ઝિકયુટિવે કહ્યું કે, સમસ્યા ઘણી જટિલ છે. એક બાજુ ટ્રાઇએ તમામ ગ્રાહકોને નવી સિસ્ટમમાં માઇગ્રેટ થવા અથવા હાલના પેકેજના આધારે બેસ્ટ પ્લાન પસંદ કરવા જણાવ્યું હતું. પરંતુ તેનો ઉગ્ર વિરોધ થયા બાદ તે હવે એલડીપીને અનુસરવા કહે છે. તેના કારણે ગુંચવણ વધશે. જોકે, આ એક્ઝિકયુટિવે એવું જણાવ્યું ન હતું કે ઉદ્યોગને પહેલેથી નવા ટેરિફ ઓર્ડરની ખબર હતી. તેમાં ગ્રાહકોએ જે ચેનલ જોવી હોય તેનાં નાણાં ચૂકવવાના હોય છે. નવા બ્રોડકાસ્ટ ફ્રેમવર્કથી અગાઉનું રેવન્ય શેરિંગ મોડલ ખતમ થયું છે. જે ડીટીએચ પ્લેયર્સ અને બ્રોડકાસ્ટર્સ વચ્ચે હતું. તેમાં સમાન ભાવે તેઓ 200થી 300 ચેનલ્સ દેખાડી શકતા હતાં.

રસપ્રદ રીતે સાદી ગણતરી માંડવામાં આવે તો 250 જેટલી લોકપ્રિય ચેનલ્સના બુકેના ભાવ અગાઉ મહિને ા.300થી 350 જેટલો આવતો હતો અને વર્ષે ા.2,500 જેટલા થતાં હતાં તેનો ચાર્જ હવે મહિને ા.800થી 900 થઇ જાય છે. અને અગાઉ આખા વર્ષ માટે ચુકવણી કરવામાં આવી હતી તે માત્ર હવે છ મહિના સુધી ચાલશે. ટ્રાઇના સેક્રેટરી એસ.કે.ગુપ્તાએ કહ્યું કે, ગ્રાહકોને ભોગવવાનું આવ્યું છે. ડીટીએચ પ્લેયર્સ સબક્રાઇબર્સને પહેલેથી જણાવવાની જર હતી કે તેમના પ્લાનમાં ફેરફાર થવાની શકયતા છે. તેમને ખબર હતી કે ચોકકસ તરીકે ટેરિફ ઓર્ડર લાગુ થશે. તેમણે આ અંગે સ્પષ્ટતા મૂકવાની જર હતી.

Comments

comments