ટ્રાઈના ચેરમેન શમાર્ને બે વર્ષનું એકસ્ટેન્શન

August 10, 2018 at 10:33 am


સરકારે ગુરૂવારે ટેલિકોમ રેગ્યુલેટરી આેથોરિટી આેફ ઈન્ડિયા (ટીઆરએઆઈ)ના હાઈ પ્રાેફાઈલ ચેરમેન આરએસ શમાર્ની મુદતને વધુ બે વર્ષ માટે લંબાવી છે. તેમની મુદત શુક્રવારે પૂરી થશે. 1997માં આેથોરિટીની રચના થઈ ત્યારથી પહેલી વાર ટ્રાઈના ચેરમેનને બીજી વાર ટર્મ આપવામાં આવી છે.
ડિપાર્ટમેન્ટ આેફ પર્સોનેલ એન્ડ ટ્રેઈનિંગ (ડીઆેપીટી) દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામામાં જણાવાયું છે કે, ધ એપોઈન્ટમેન્ટ કમિટી આેફ ધ કેબિનેટ (એસીસી)એ ટ્રાઈના ચેરમેન તરીકે શ્રી રામ સેવક શમાર્ની 10 આેગસ્ટ 2018થી 30 સપ્ટેમ્બર 2030 સુધીના સમયગાળા માટે અથવા વધુ સૂચના ન મળે ત્યાં સુધી (બેમાંથી જે વહેલા હોય તે) પૂનઃનિયુકિત કરી છે. 30 સપ્ટેમ્બરે તેઆે 65 વર્ષના થશે.
ઝારખંડ કેડરની 1978ની બેચના નિવૃત્ત આઈએસ અધિકારી શમાર્ તાજેતરમાં આધારના ડેટાની પ્રાઈવસી અંગે પડકાર ફેંકવા બદલ સમાચારોમાં ચમકયા હતાં તેમણે 10 આેગસ્ટ 2015નાં રોજ હોદ્દાે સંભાળ્યો હતો. ટ્રાઈના ચેરમેન તરીકેના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન વોઈસ કોલ્સ લગભગ મફત થયા હતા અને ડેટા ટેરિફ અત્યાર સુધીની નીચી સપાટીએ પહાેંચ્યા હતાં. તેમના વડપણ હેઠળ ટ્રાઈએ સંખ્યાબંધ, નિયમો અમલી હેઠળ ટ્રાઈએ સંખ્યાબંધ નિયમો અમલી બનાવ્યા હતા, જેમાંનેટ ન્યુટ્રાલિટીને ટેકો આપતા નિયમો, સવિર્સ કવોલિટીના નિયમો કડક બનાવવા, વણજોઈતા કોલ પર અંકુશ, ટેલિકોમ કંપનીઆેને કોલ ડ્રાેપ માટે વળતર આપવાની ફરજ પાડવી અને પ્રિડેટરી પ્રાઈસિંગ ટેરિફ આેર્ડરનો સમાવેશ થાય છે.

Comments

comments

VOTING POLL