ટ્રાફિક અને એસ.ટી.ના સંયુકત વાહન ચેકિંગમાં વધુ 15 વાહન ડિટેઈન

January 19, 2019 at 3:24 pm


શહેરની ભાગોળે ગેરકાયદે મુસાફરોને ભરતા અને એસ.ટી.બસને ખોટના ખાડામાં ધકેલતા વાહન ચાલકો સામે ટ્રાફિક શાખા અને એસ.ટી. તંત્ર દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે 13 વાહન ડિટેઈન કર્યા બાદ આજે બીજા દિવસે વધુ 15 વાહનો ડિટેઈન કર્યા છે.
આ અંગેની તંત્રમાંથી મળતી વિગત મુજબ ટ્રાફિક શાખાના એએસઆઈ એ.બી.મકવાણા, વોર્ડન બ્રિજેશભાઇ તથા એસ.ટી.તંત્રમાંથી અધિકારી સાગરભાઈ કકકડ સહિતની ટીમ દ્વારા આજે બીજા દિવસે ગાેંડલ રોડ ચોકડી, આજીડેમ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી તથા મોરબી રોડ પર સંયુકત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ વાહન ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે ઈકો કાર અને લકઝરી બસમાં મુસાફરોને લઈ જઈ એસ.ટી.તંત્રને ખોટના ખાડામાં ધકેલતાં તત્વો સામે તંત્ર દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે ટ્રાફિક અને એસ.ટી.ના અધિકારીની ટીમ દ્વારા 13 જેટલા વાહનો ડિટેઈન કર્યા બાદ આજે બીજા દિવસે પણ સંયુકત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લકઝરી બસ અને ઈકો કાર મળી કુલ 15થી વધુ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતાં અને રૂા.3000થી વધુનો દંડ વસૂલ કર્યો હોવાનું જાણવા મýયું છે.

Comments

comments

VOTING POLL