ટ્રાફિક દંડૂકો હળવોફૂલ

September 16, 2019 at 11:30 am


Spread the love

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટ મા સુધારો કરી નવો કાયદો આજથી અમલ કરવા આદેશ આપ્યો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ ની જાહેરાત કરી છે. પરંતુ ગુજરાત સરકારે આ દંડની રકમ માં રાહત આપી છે.નવા નિયમો નો અમલ આજથી શરુ રહ્યાે છે ,ત્યારે પોલીસે આ નવા નિયમનો અમલ સરકારી કચેરીમાંથી જ કરાવવા શુભારંભ કર્યો છે. લોકો જે રીતે આજથી નિયમનો કડક અમલ થશે અને પોલીસ તૂટી પડશે તેવા એંધાણ કરી રહી હતી પરંતુ સવારથી જ રાજ્યભરમાં જે રીતે પોલીસે ટ્રાફિક નિયમના અમલ બાબતે કામગીરી શરુ કરી છે તેમાં કોઈપણ જાતની જાહેર જનતાને મુશ્કેલી પડે અને નવા નિયમ ના કડક અમલ બાબતનો ડર ઉભો થાય તેવી કામગીરી કરવાને બદલે પોલીસ હળવીફૂલ બની ટ્રાફિકના નવા નિયમ નો અમલ કરાવવા બાબતે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો શરુ કર્યા છે. રાજ્યભરમાં પોલીસે ટ્રાફિક નિયમ ની જાગૃતિ બાબતે બેનરો લઈ તેમજ લોકોને ટ્રાફિક ના નવા નિયમ ના અમલ પ્રત્યે સજાગતા આવે તેવા પ્રયાસો શરુ કર્યા છે. બીજીતરફ રાજ્યભરના સરકારી કચેરીઆેમાં પોલીસે કડક ચેકીગ કરી સરકારના કર્મચારીઆે ટ્રાફિક નિયમ નો અમલ કરે તેવા પ્રયાસો શરુ કર્યા છે.અને સરકારી કર્મચારીઆેને ટ્રાફિક નવા નિયમના ભંગ બદલ સરકારી કર્મચારીઆે ને દંડ કરવામાં આવી રહ્યાે છે પરંતુ આમ જનતામાં ટ્રાફિક બાબતે અને નવા નિયમના અમલ બાબતે સામેથી જાગૃત બને તેવા પ્રયાસો શરુ થયા છે. આ નવા નિયમ ને લોકો સામેથી ચાલીને અમલ કરે તેવા પ્રયાસ સરકાર અને પોલીસ કરી રહી છે.

રાજકોટ પોલીસ ની ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સરકારી કચેરીઆેમાં જઈ ચેકિંગ કામગીરી શરુ કરાઇ છે અને નિયમોનું ઉંંઘન કરનાર સરકારના કર્મચારીઆેને નવા કાયદા મુજબ દંડ કરી નિયમ નો અમલ કરાવવા શરુઆત કરી છે. રાજકોટ ટ્રાફિક બ્રાંચના એસીપી બી.એ.ચાવડા ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસની અલગ અલગ 35 ટીમેં સવારથી રાજકોટ શહેરના રાજમાર્ગો ઉપર કામગીરી શરુ કરી હતી. પોલીસ કમિશનર આેફિસ તેમજ કલેકટર આેફિસ,જિલ્લા પંચાયત આેફિસ, બહુમાળી ભવન સહિતના સરકારી કચેરીમાં તેમજ આસપાસ સરકારી કર્મચારીઆે નુ પોલીસે ચેકિંગ કર્યું હતું. ટ્રાફિકના નવા કાયદા નો કડવો ડોઝ જનતા સહન કરશે કે કેમ ં તે અંગે હજુ અસમંજસ સજાર્યું છે. ત્યારે પોલીસ દ્વારા લોકો જે રીતે આજથી અમલ થયેલા ટ્રાફિકના નવા કાયદા નો પોલીસ કડક અમલ કરાવશે તેવું વિચારી રહ્યા હતા.પરંતુ પોલીસે એવું કરવાને બદલે શાંતિથી લોકોને ટ્રાફિક નિયમ બાબતે સમજાવી અને સામેથી જ લોકો આ નિયમ અપનાવે તે કામગીરી કરી છે.