ટ્રાફિક પોલીસને અસલી ડ્રાઈવિંગ લાઈસન્સ આપવાની જરુર નહીં પડે

August 10, 2018 at 10:31 am


હવે તમારે ટ્રાફિક પોલીસને ડ્રાઈવિંગ લાઈસન્સ અને અન્ય દસ્તાવેજોની ઓરિજિનલ કોપી આપવાની જરુર નહીં પડે, તેના માટે તમારે મોબાઈલ ફોનમાં રહેલા દસ્તાવેજોની ઈ-કોપી બતાવવી પૂરતી છે. કેન્દ્રના વાહન-વ્યવહાર વિભાગ અને ટ્રાફિક પોલીસને નિર્દેશ કરવામાં આવ્યો છે કે તેઓ વેરિફિકેશન માટે દસ્તાવેજોની ઓરિજિનલ કોપી ના માગે.
આઈટી એક્ટની જોગવાઈને રજૂ કરીને વાહન-વ્યવહાર મંત્રાલયે ટ્રાફિક પોલીસ અને રાજ્યોના વાહન-વ્યવહાર વિભાગોને કહ્યું છે કે ડ્રાઈવિંગ લાઈસન્સ, રજિસ્ટ્રેશન સટર્‌રીફિકેટ અને ઈન્સ્યોરન્સ પેપર જેવા દસ્તાવેજોની ઓરિજિનલ કોપી વેરિફિકેશન માટે ન માગવામાં આવે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ડિજિલોકર કે વાહન-વ્યવહારની એપમાં રહેલા દસ્તાવેજની ઈલેક્ટ્રોનિક કોપી માન્ય રહેશે. તેનો મતલબ એવો થયો કે ટ્રાફિક પોલીસ હવે તમારા મોબાલઈમાં રહેલા રહેલા દસ્તાવેજથી કામ ચલાવી લેશે. તેમને ઓરિજિનલ દસ્તાવેજ આપવા નહીં પડે.
ઘણી વખત એવું થાય છે કે ટ્રાફિક નિયમના ભંગ બાદ પોલીસ ડ્રાઈવિંગ લાઈસન્સ સહિતના દસ્તાવેજ પોતાની પાસે રાખે છે. આ પછી દસ્તાવેજ ગાયબ થઈ જવાની ઘટના બને છે અને વાહન ચાલક દ્વારા ફરિયાદ કયર્િ પછી પણ દસ્તાવેજ પાછા મળતા નથી. કેન્દ્રીય મંત્રાલયની એડવાઈઝરી મુજબ ઈ-ચલાણ સિસ્ટમથી વાહન કે સારથી ડેટાબેઝથી પોલીસ તમામ માહિતી લઈ શકે છે. દસ્તાવેજોની હાર્ડ કોપી જમા કરાવવાની જરુર નહીં રહે.
તમારા મોબાઈલમાં ડિજિલોકર કે વાહન-વ્યવહારની એપ ડાઉનલોડ કરીને આધાર નંબરથી ઓથેન્ટિકેશન કરો. માની લો કે, તમે ડિજિલોકર એપ્ને ડાઉનલોડ કરી, આ પછી સાઈન અપ કરો. સાઈનઅપ પછી મોબાઈલ નંબરને એન્ટર કરો. આ પછી એક ઓટીપી મળશે. ઓટીપી એન્ટર કરીને તમારી ઓળખ વેરિફિકેશન આપો. બીજા તબક્કામાં યુઝર નેમ અને પાસવર્ડ સેટ કરો. ડિજિલોકરમાં અકાઉન્ટ બની ગયા પછી તેને આધાર નંબરથી ઓથેન્ટિક કરવું પડશે. ફરી આધાર ડેટાબેઝમાં તમારો જે મોબાઈલ નંબર છે તેના પર ઓટીપી આવશે, આ ઓટીપી એન્ટર કયર્િ પછી ઓથેન્ટિકેશનની પ્રક્રિયા પૂર્ણ થશે. આ પછી તમે ડિજિલોકરમાં દસ્તાવેજ રાખી શકશો.
મંત્રાલયનું કહેવું છે કે આઈટી એક્ટ 2000 મુજબ ડિજિલોકર કે વાહન-વ્યવહાર મંત્રાલયમાં રહેલા દસ્તાવેજનો ઈલેક્ટ્રોનિક રેકોર્ડ પણ માન્ય છે. કહેવાયું છે કે મોટર વેહિકલ એક્ટ 1988માં પણ ઈલેક્ટ્રોનિક રીતે દસ્તાવેજોને માન્યતા આપવામાં આવી હતી. વર્તમાનમાં ડિજિલોકર એપ તમામ ફોનમાં રહેશે પણ વાહન-વ્યવહાર હજુ માત્ર એન્ડ્રોઈડ ફોનમાં જ છે. મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે 7થી 10 દિવસની અંદર એપલ આઈઓએસ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થઈ જશે. એડવાઈઝરીએ કહ્યું છે કે ઘણા લોકોને આરટીઆઈના માધ્યમ દ્વારા પણ સવાલ કયર્િ છે કે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા ડિજિટલ ફોર્મેટને માન્ય શા માટે નથી કરવામાં આવી રહી.

Comments

comments

VOTING POLL