ટ્રેનમાં નજર ચુકવીને ચોરી કરતી ગેંગ પકડાઈ

April 20, 2018 at 8:34 pm


પ્રવાસીઆેની જાગૃતતા ફરી બહાર આવી

અવાર-નવાર ટ્રેનોમાં ચોરીની ઘટનાઆે બનવા પામે છે ત્યારે વિરમગામ નજીક ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ હતી.

દાદર ભુજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ડોિમ્બવલી વેસ્ટથી ભુજ તરફ આવતા િસ્મતાબેન વિપુલભાઇની પર્સ ચોરાઈ હતી.
સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન વિરમગામ સ્ટેશન પર પહાેંચી ત્યારે રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં આ મહિલા મુસાફરનું સેન્ડલ કલરનું મની પર્સ ચોરી કરીને એક શખ્સ નાસી છૂટયો હતો. પર્સમાં 7 હજારનો મોબાઈલ અને રોકડ રકમ ર હજાર હતી. ત્યારે આ કામના આરોપીને ચોરીના મુદામાલ સાથે ઝડપી લીધો હતો અને મુદામાલ કબ્જે લીધો હતો જેમાં આરોપીના સાથે બીજા ર આરોપી પણ સામેલ હતાં. કુલ મળીને 3 આરોપીને રેલવે પોલીસે ઝડપી લીધા હતા. જેમાં પ્રકાશ ઉર્ફે શેરો, અજય ઉર્ફે રવિ અને જીતેન્દ્ર ઉર્ફે બોખોની અટક કરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL