ટ્રેનમાં હવે તાજું અને સ્વચ્છ ભોજન પીરસાશે

November 7, 2018 at 11:07 am


રેલ યાત્રિકોને હવે તાજું અને ગરમ ભોજન પીરસવામાં આવશે. આ માટે તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનોની પેન્ટ્રીકારને નવું સ્વરૂપ આપવાની તૈયારી છે. સરકારે પેન્ટ્રીકારનું સમારકામ અને સારસંભાળનું કામ આઈઆરસીટીસીને સાેંપવાનો નિર્ણય લીધો છે.

રેલવે બોર્ડના અધ્યક્ષ અશ્વિની લોહાનીની મંજૂરી બાદ 6 નવેમ્બરે તમામ ઝોન રેલવેના ડાયરેક્ટરોને નિર્દેશ જારી કરી દીધા છે. તેમાં ઉલ્લેખ છે કે આઈઆરસીટીસી માટે ચાલું ટ્રેનમાં યાત્રિકોને ગરમ, તાજું અને સ્વચ્છ ભોજન પીરસવું મોટો પડકાર છે.

આ સમસ્યાને ધ્યાનમાં રાખતાં પેન્ટ્રી કારને નવું સ્વરૂપ આપવાની સાથે સાથે સમારકામ અને સારસંભાળનું કામ આઈઆરસીટીસીને સાેંપવામાં આવશે.

પેન્ટ્રી કારમાં ટેકનીકલી, યાંત્રિક, વિધુત વગેરે ખરાબી થવા પર તેનું સમારકામ અને સારસંભાળનું કામ રેલવે કરે છે પરંતુ તેમાં પણ અનેક વિભાગો હોવાને કારણે પેન્ટ્રી કાર ઠીક કરવામાં સમય લાગી જાય છે. પરિણામે યાત્રિકોને વાસી, અસ્વચ્છ ભોજન અને ઠંડું ભોજન પીરસવામાં આવે છે.

200થી 250 કરોડ રૂપિયાના ખર્ચે 350 પેન્ટ્રી કારને નવું સ્વરૂપ આપવામાં આવશે. તેનાથી પેન્ટ્રી કારમાં ભોજન પકાવવા નવા ઉપકરણ, લોટ બાંધવાનું મશીન, જથ્થો સંગ્રહવા માટે ફ્રિઝ, ડીપ ફ્રિઝર, કોફી મશીન, હોટકેસ વગેરે ફેરફાર કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL