ઠંડીએ ગાભા કાઢ્યા

February 1, 2019 at 9:03 am


દેશ અને દુનિયામાં ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની વ્યાપક અસર જોવા મળી રહી છે અને આ વખતે શિયાળાએ માત્ર ભારતમાં નહી પણ અમેરિકા અને યુરોપમાં પણ ગાભા કાઢી નાખ્યા છે.

પહેલીવાર ગુજરાતમાં જાન્યુઆરીના અંતમાં આટલી કાતિલ ઠંડી પડી છે. માત્ર ગુજરાત જ નહિ, સમગ્ર ઉત્તર ભારતમાં ગુજરાત કરતા પણ વધુ ખરાબ સ્થિતિ છે. ડિસેમ્બરના અંતમાં ગુજરાતમાં જે ઠંડી લાગે છે, તેના ઠંડા પવનો ઉત્તર ભારતમાં થતી બરફવષાર્ને કારણે આવે છે. પરંતુ હાલ જે ઠંડી પડી રહી છે, તેના માટે ઉત્તર ભારત નહિ, પણ કોઈ બીજુ જ કારણ છે. આ કાતિલ ઠંડીનો છેડો સીધો જ આકિર્ટેક્ટ ખંડ સુધી અડી રહ્યાે છે. ભારત, અમેરિકા અને બ્રિટન સહિત દુનિયાના અનેક દેશોમાં હાલ કાતિલ ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી પાડéા છે. આ ઠંડી માત્ર જલ્દી જ શરુ નથી થઈ, પરંતુ બહુ લાંબી પણ ચાલી છે. તેમજ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પણ ભારે બરફવષાર્ થઈ છે. બરફવષાર્ થવાનો સિલસિલો હજી પણ યથાવત છે. તેનું કારણ આર્કટિક બ્લાસ્ટ છે. આ કારણે જ અમેરિકામાં પણ રક્ત જમાવી દે તેવી ઠંડી પડી રહી અને લોકોને આ ઠંડીથી બચવા માટે સરકારે ચેતવણી જાહેર કરવી પડી છે. તો બ્રિટનમાં પણ હાલત ખરાબ છે.

પૃથ્વી પર સૌથી ઠંડી જગ્યા છે આર્કટિક મહાસાગર, જે ઉત્તરી ધ્રુવ પર મોજૂદ છે. અહી હંમેશા તાપમાન શૂન્યથી નીચે અંદાજે માઈનસ 89.2 ડિગ્રી સેિલ્સયસ રહે છે. ઠંડીની સીઝનમાં તાપમાન બહુ જ આેછું થઈ જવા પર અક્ષાંશવાળા વિસ્તારોમાં બરફીલું તોફાન આવે છે. તેનાથી સમગ્ર િવ્સતારમાં મોટી મોટી બરફ જામી જાય છે. તેને બ્લાસ્ટ કે આર્કટિક કોલ્ડ બ્લાસ્ટ પણ કહેવાય છે. સાઈબેરિયા, આકિર્ટેક્ટથી સૌથી નજીક છે. તેથી બ્લાસ્ટ આર્કટિકની સૌથી વધુ અસર સાઈબેરિયા પર થાય છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિકોના અનુસાર, ઉત્તર ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં આ વર્ષે પડી રહેલા કાતિલ ઠંડીનું કારણ આર્કટિક બ્લાસ્ટ હોઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મોરક્કાેની તરફથી ગયેલી ગરમ હવાઆેને કારણે ઉત્તરી ધ્રુવ પર ગરમી વધી અને ત્યાં આકિર્ટેક્ટ બ્લાસ્ટ થયો છે. દુનિયા માટે ચિંતાની બાબત એ છે કે, નાસાએ ચેતવણી આપી છે કે, આ પ્રકારના હિમ તોફાન હજુ આવતા રહેશે.માણસ જો પર્યાવરણની સુરક્ષા પ્રત્યે ગંભીર નહી બને તો આવનારો સમય વધુ કપરો હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

Comments

comments

VOTING POLL