ઠંડીના ચમકારા સાથે ગરમ વસ્ત્રાેની ખરીદીએ પકડી ગરમી

November 28, 2018 at 3:33 pm


ઠંડીના ચમકારા સાથે ગરમ વસ્ત્રાેની ખરીદી ગરમી પકડી રહી છે. કડકડતી ઠંડીમાં હૂંફ આપવા ગરમ કપડાંનું બજાર શહેરમાં દિવાળીથી ધમધમે છે પણ આ વખતે ઠંડીની શરૂઆત જ થતાં અત્યાર સુધી માર્કેટ સુસ્ત રહી હતી.જ્યારે આ સપ્તાહની તન, મનને તરોતાજા રાખતાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી અનુભવાઇ રહી છે. આથી શાલ, સ્વેટર્સ, જેકેટ, સ્કાર્ફ, કાનપટ્ટી જેવા ગરમ વસ્ત્રાે અભેરાઇથી બહાર આવ્યાં છે. તો ઘણાં લોકો શિયાળે ગરમ કપડાંની ખરીદી કરે છે. વિદ્યાર્થીઆે સ્કૂલ યુનિફોર્મમાં સ્વેટર્સ અને મોજા લેતાં હોય છે. બજારોમાં આવેલી ગરમ વસ્ત્રાેની દુકાનમાં ખરીદીની ચહલ-પહલ સાથે વર્ષોથી રાજકોટનાં મહેમાન બનતાં તિબેટીયન માર્કેટમાં પણ ગ્રાહકોની હાજરી વરતાઇ રહી છે. એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક ભૂતખાના ચોકમાં આવેલી બજારમાં તિબેટિયનો તેમનો પરિવાર સાથે વર્ષોથી રાજકોટ આવે છે. દિવાળી બાદ તેઆેનું અહી આગમન થઇ જાય છે અને તેઆે રાજકોટને બીજું ઘર માને છે. ફેશન માર્કેટમાં આવતાં બદલાવ સાથે વિન્ટર ફેશનમાં નવા-નવા ટ્રેન્ડ આવે છે.

Comments

comments

VOTING POLL